PM Modi releases commemorative postage stamp and coin:#VandeMataram150Years,#PMModi,#IndiaPride,ભારતના રાષ્ટ્રગીત **‘વંદે માતરમ’**ને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રસંગે તેમણે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કા બહાર પાડ્યા તેમજ એક વર્ષની સ્મૃતિ ઉજવણીની શરૂઆત કરી.

PM મોદીએ કહ્યું કે, “વંદે માતરમ એક મંત્ર, એક સ્વપ્ન, એક સંકલ્પ અને એક ઊર્જા છે. આ ગીત ભારત માતાની આરાધના છે.” તેમણે ઉમેર્યું કે, “વંદે માતરમ ભારતની સ્વતંત્રતાની ઘોષણા હતી, જે દરેક યુગમાં પ્રાસંગિક રહેશે.”
PM Modi releases commemorative postage stamp and coin:મોદીના ભાષણની મુખ્ય વાતો
- રાષ્ટ્રગીતના રૂપમાં ભારતની આત્મા:
મોદીએ કહ્યું કે *“વંદે માતરમ”*ના શબ્દોમાં માતા સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાનું વર્ણન છે. “જ્યારે દુશ્મનોએ આતંકવાદ દ્વારા ભારતની સુરક્ષાને પડકાર્યો, ત્યારે દુનિયાએ જોયું કે નવું ભારત જાણે છે કે દુર્ગા કેવી રીતે બનવું.” - બંકિમચંદ્રનો સંદેશ:
વડાપ્રધાનએ કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરે બંકિમચંદ્ર ચેટર્જીનું ‘આનંદમઠ’ માત્ર નવલકથા નથી, પરંતુ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન છે. 1875માં જ્યારે બંકિમચંદ્રએ વંદે માતરમ બંગદર્શનમાં પ્રકાશિત કર્યું, ત્યારે તે ફક્ત ગીત નહોતું, પરંતુ લાખો સ્વતંત્રતાસેનાનીઓની પ્રેરણા બની ગયું. - સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક:
મોદીએ યાદ અપાવ્યું કે “જે લોકોએ ફાંસીના મંચડે ચઢતા સમયે વંદે માતરમના નારા લગાવ્યા, જેમણે કોરડાનો માર સહન કર્યો – તેમને આ ઉજવણી સમર્પિત છે.”
PM Modi releases commemorative postage stamp and coin:વંદે માતરમની ઐતિહાસિક સફર

- PM Modi releases commemorative postage stamp and coin:7 નવેમ્બર, 1875ના રોજ અક્ષય નવમીના દિવસે બંકિમચંદ્ર ચેટર્જીએ “વંદે માતરમ” રચ્યું. તે સૌપ્રથમ તેમની નવલકથા આનંદમઠના ભાગરૂપે મેગેઝિન બંગદર્શનમાં પ્રકાશિત થયું.
- પ્રથમ ગાન: 1896માં રવીન્દ્રનાથ ટાગોરે આ ગીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમવાર જાહેરમાં ગાયું. સભામાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
- સ્વતંત્રતાનો નારો: 1905ના બંગાળના ભાગલા સમયે “વંદે માતરમ” જનઆંદોલનનો નારો બન્યું. બ્રિટિશ સરકારે શાળાઓમાં આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો; ગીત ગાવા બદલ વિદ્યાર્થીઓને દંડ અને માર સહન કરવો પડ્યો હતો.
- વીર શહીદોના શબ્દો: 1909માં જ્યારે મદનલાલ ધીંગરાને ઇંગ્લેન્ડમાં ફાંસી આપવામાં આવી, ત્યારે તેમના અંતિમ શબ્દો પણ “વંદે માતરમ” જ હતા.
PM Modi releases commemorative postage stamp and coin:રાષ્ટ્રગીત તરીકે માન્યતા

ભારતને સ્વતંત્રતા મળ્યા પછી 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જાહેર કર્યું કે “વંદે માતરમ”ને “જન ગણ મન” સમાન માન અને દરજ્જો અપાશે. ત્યારથી આ ગીતને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપવામાં આવી છે.
PM Modi releases commemorative postage stamp and coin:વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર 7 નવેમ્બર, 2025થી 7 નવેમ્બર, 2026 સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના, અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા હાજર રહ્યા હતા.

PM મોદીએ પોતાના X (પૂર્વે Twitter) હેન્ડલ પર લખ્યું:
“7 નવેમ્બર દેશવાસીઓ માટે ઐતિહાસિક દિવસ છે. વંદે માતરમના 150 વર્ષ – દેશભક્તિની હાકલ જે પેઢી દર પેઢીને પ્રેરણા આપે છે.”
વધુ સમાચાર વાચવા માટે અહી ક્લિક કરો :
The Growing Grip of the Taliban in Pakistan:1કપ ચા બની દેશ માટે સૌથી મોંઘી ભૂલ,




