
Rishabh Pant’s Explosive Comeback:india,#bcci,#cricket,મુંબઈમાં બુધવારે ભારતીય ક્રિકેટ નિયામક સમિતિએ સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની ટીમ જાહેર કરી. ત્રણ મહિનાની ઇજાથી બહાર રહેલો રિષભ પંત ફરી ટીમમાં પરત ફર્યો છે, જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આ વખતે પણ સ્થાન મળ્યું નથી.

જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન પગમાં ફ્રેક્ચર થયા બાદ પંત ક્રિકેટથી દૂર હતો. હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ફરી ટીમનો ભાગ બન્યો છે. પંતે તાજેતરમાં બેંગલુરુમાં સાઉથ આફ્રિકા A સામે રમાયેલી ચાર દિવસીય મેચમાં ભારત A ટીમનું નેતૃત્વ કરી 90 રન બનાવી વિજય અપાવ્યો — જે તેના કમબેકનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

Rishabh Pant’s Explosive Comeback!: બે ફેરફાર, આકાશદીપને તક
ટીમમાં બે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે —
- રિષભ પંતને નારાયણ જગદીશનની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે.
- ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને આકાશદીપ સિંહને તક આપવામાં આવી છે.
ઈજાના કારણે મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમનું રિહેબિલિટેશન ચાલુ છે અને તેઓ હવે આવતા વર્ષ માટે લક્ષ્ય રાખી રહ્યા છે.
Rishabh Pant’s Explosive Comeback! :ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ જોડાશે મુખ્ય ખેલાડીઓ
ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતીશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર હાલમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી T20 સિરીઝમાં વ્યસ્ત છે. 8 નવેમ્બર બાદ તેઓ ટેસ્ટ ટીમમાં જોડાશે.
કુલદીપ યાદવને પણ ત્રીજી T20 બાદ ફ્રી કરવામાં આવ્યો છે જેથી તે સાઉથ આફ્રિકા A સામેની બીજી ચાર દિવસીય મેચમાં રમે અને ટેસ્ટ સિરીઝની તૈયારી કરી શકે.
Rishabh Pant’s Explosive Comeback! :ટેસ્ટ સિરીઝ કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટ: 14 નવેમ્બર – ઈડન ગાર્ડન્સ, કોલકાતા
- બીજો ટેસ્ટ: 22 નવેમ્બર – ગુવાહાટી (અહીં પહેલીવાર ટેસ્ટ મેચ યોજાશે!)
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
congress khedut sabha : હવે સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાઓને ધમરોળશે કોંગ્રેસ




