Haris Rauf asia cup 2025  : પાકિસ્તાન ક્રિકેટ ને મોટો ઝટકો , આ ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ  #asiacup2025 , #pakistancricket ,#bcci ,

0
307
Haris Rauf asia cup
Haris Rauf asia cup

Haris Rauf asia cup  : #asiacup2025 , #pakistancricket ,#bcci ,એશિયા કપ 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સુપર-4 મેચ બાદ ઉઠેલા વિવાદ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફને મેચ દરમિયાન ફાઇટર પ્લેનને તોડી પાડવાના ઈશારા કરવા બદલ બે મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. હવે રઉફ 4 અને 6 નવેમ્બર, 2025ના રોજ સાઉથ આફ્રિકા સામેની વન-ડે મેચમાં રમતો જોવા નહીં મળે.

Haris Rauf asia cup

મંગળવારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં ICCએ જણાવ્યું કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ એશિયા કપ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ ન મિલાવવા બદલ તેની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો છે.

Haris Rauf asia cup

Haris Rauf asia cup  : કયા ખેલાડીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી?

  • 🇵🇰 હારિસ રઉફ – બે વાર 30% મેચ ફીનો દંડ + બે ડિમેરિટ પોઈન્ટ.
  • 🇮🇳 સૂર્યકુમાર યાદવ – 30% મેચ ફીનો દંડ.
  • 🇮🇳 અર્શદીપ સિંહ – નિર્દોષ જાહેર, કોઈ સજા નહીં.
  • 🇮🇳 જસપ્રીત બુમરાહ – ભૂલ સ્વીકારતા ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટ.

Haris Rauf asia cup  : દર્શકોના નારાથી રઉફ ગુસ્સે ભરાયો હતો

Haris Rauf asia cup  : મેચ દરમિયાન ભારતીય ચાહકોએ “વિરાટ કોહલી”ના નારા લગાવતાં રઉફ ઉશ્કેરાયો હતો.. ગુસ્સે ભરાયેલા રઉફે ત્યારબાદ આકાશમાં ઉડતા વિમાનોને તોડી પાડવાનો ઈશારો કર્યો હતો, જે બાદથી વિવાદ ઉઠ્યો. આ ઈશારો “ઓપરેશન સિંદૂર”ના સંદર્ભમાં હતો,

Haris Rauf asia cup

મેચ દરમિયાન રઉફે ભારતીય ઓપનર શુભમન ગિલ અને અભિષેક શર્માને અપશબ્દો પણ બોલ્યા હતા. મેચ પછી અભિષેકે કહ્યું, અમે બેટથી જવાબ આપ્યો.”

Haris Rauf asia cup  : ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો, હજી સુધી મળી નથી

Haris Rauf asia cup

એશિયા કપ ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં ટીમ ઇન્ડિયાએ આ નિર્ણય લીધો હતો. ત્યારબાદ નકવી ટ્રોફી દુબઈની હોટેલમાં લઈ ગયા હતા.

એશિયા કપ જીત્યાને 37 દિવસ વીતી ગયા હોવા છતાં, ભારતને હજી સુધી ટ્રોફી મળી નથી. BCCI બુધવારે ICCની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

raju karapda:બોટાદ કડદા કાંડ માં રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ 2 ફરિયાદ