‘ફ્રી’ પિત્ઝાની સ્કીમએ દુકાન સીલ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે ગઈકાલે લોન્ચ થયેલા પિઝા આઉટલેટ સામે તાત્કાલિક અને સખત કાર્યવાહી કરી છે. પ્રહલાદનગર વિસ્તારમાં ‘મફત પિઝા’ આપવાની સ્કીમ આ દુકાનદારને ભારે પડી છે, કારણ કે જાહેર રસ્તા પર ગંદકી ફેલાવવા બદલ આઉટલેટને માત્ર 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ: ‘ફ્રી’ પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી ‘ફ્રી’ પિત્ઝાની સ્કીમએ દુકાન સીલ
પ્રહલાદનગરમાં Martino’z Pizzaની નવી બ્રાન્ચે લોન્ચિંગના ભાગરૂપે લોકોને 1500 ફ્રી પિઝા આપવાની જાહેરાત કરી હતી. મફત પિઝા મેળવવા મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા, પરંતુ પિઝા વિતરણ પૂર્ણ થયા બાદ દુકાનના માલિકે જાહેર માર્ગ પર ફેલાયેલો કચરો અને ગંદકી સાફ કરવાની તસ્દી લીધી નહોતી. જાહેર માર્ગોની સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેતા, સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક આઉટલેટને સીલ મારી દીધું છે.


AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી
મહત્ત્વનું છે કે ફ્રી પિત્ઝાની આ જાહેરાત બાદ લોકો આ સ્કીમનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, અહીં એટલી ભીડ થઈ ગઈ હતી કે, લોકોના વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ શકી નહોતી, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
જાહેર રસ્તા પર ગંદકી ફેલાવવા બદલ નોટીસ ફટકારી
આ અવ્યવસ્થાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન ત્યાં આવી પહોંચી હતી અને આડેધડ પાર્ક કરેલા વાહનોને ટૉ કરવામાં આવ્યા હતા. જેથી કેટલાક લોકોને ટ્રાફિકના ભારે દંડ સાથે ફ્રી પિત્ઝા મોંઘા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.



ફ્રી પિત્ઝા સામે નો-પાર્કિંગનો દંડ અમુક લોકોને મોંઘો પડ્યો
પ્રહલાદનગરમાં Martino’z Pizzaની નવી બ્રાન્ચને તાળું લાગ્યું ‘ફ્રી’ પિત્ઝાની સ્કીમએ દુકાન સીલ
હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે