જિગ્નેશ મેવાણી પોલીસ પર લાલઘુમ આર્યને ચોરી કરી ન હોવા છતાં પોલીસે તેને માર માર્યો #jigneshmevani #botad #congress #gujaratpolice

0
238

જિગ્નેશ મેવાણી પોલીસ પર લાલઘુમ #jigneshmevani #botad #congress #gujaratpolice – બોટાદ પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. એક ચોરીના કેસમાં 17 વર્ષના કિશોર આર્યનને પોલીસે ઢોર માર મારતા તેની હાલત ખૂબજ ગંભીર બની છે, જેને કારણે તેને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. બોટાદમાં એક સગીર યુવક આર્યનને ચોરીના કેસમાં પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આરોપ છે કે આર્યને ચોરી કરી ન હોવા છતાં પોલીસે તેને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખીને નિમ્ન સ્તરનો માર માર્યો હતો, જેના કારણે તેની તબિયત લથડતાં તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.

જિગ્નેશ મેવાણીએ ઝાયડસ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લીધી હતી. આર્યને મેવાણીને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, પોલીસે તેની પાસે બળજબરીથી ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ જિગ્નેશ મેવાણીએ પોલીસના આ પ્રકારના વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત પોલીસના આવા વર્તનને વખોડી કાઢ્યું હતુ.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પર ગંભીર આરોપ

જિગ્નેશ મેવાણી પોલીસ પર લાલઘુમ બોટાદ પોલીસ પર મુક્યા ગંભીર આરોપ

17 વર્ષના કિશોરને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો

બોટાદ પોલીસે ગુનો કબૂલવા કિશોર પર કર્યુ હતુ દબાણ  

જિગ્નેશ મેવાણીએ પોલીસ સામે કડક કાર્યવાહીની માંગ કરી

મેવાણીએ સરકારને અપીલ કરી છે કે આ મામલે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કસ્ટડીમાં આવી ઘટના બનવી એ ગંભીર બાબત છે અને તેના પર તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

Harsh Sanghavi ના ઉલ્ટા ચશ્માં | Power Play 2041 | VR LIVE | BJP GUJARAT | POLICE | Bhupendra Patel