ભારતીય વોલીબોલ ખેલાડી ઉપાસના ગિલ પર હુમલો #vollyball #upasanagil #nepalprotest #pokhara #protest

0
204

ઉપાસના ગિલ પર હુમલો #vollyball #upasanagill #nepalprotest #pokhara #protest – નેપાળના પોખરા શહેરમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનોમાં એક ભારતીય વોલીબોલ ખેલાડી પર હુમલો થયો હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ખેલાડી ઉપાસના ગિલ પર જીવલેણ હુમલો થયો છે. ભારતીય વોલીબોલ ખેલાડી ઉપાસના ગિલ વોલીબોલ લીગનું આયોજન કરવા માટે નેપાળના પોખરામાં ગયા હતા. પરંતુ ત્યાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનોએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.

ઉપાસના જ્યાં રોકાયા હતા, તે હોટેલને પ્રદર્શનકારીઓએ સળગાવી દીધી હતી. ઉપાસનાએ પોતે જણાવ્યું છે કે વિરોધીઓ લાકડીઓ લઈને તેમને મારવા માટે દોડ્યા હતા. તેમણે માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગી છૂટવું પડ્યું હતું.

નેપાળના પોખરામાં હિંસક પ્રદર્શન

ભારતીય વોલીબોલ ખેલાડી ઉપાસના ગિલ પર હુમલો

ઉપાસના રોકાયા હતા તે હોટેલ સળગાવાઈ

જીવ બચાવી ખેલાડી ઉપાસના ભાગી

પ્રદર્શનકારીઓ પ્રવાસીઓને નિશાન બનાવ્યા

આ પ્રદર્શનકારીઓ માત્ર સ્થાનિકોને જ નહીં, પરંતુ ત્યાં આવેલા પ્રવાસીઓને પણ નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે અન્ય પ્રવાસીઓની સુરક્ષા પણ જોખમમાં મૂકાઈ છે. આ ઘટના બાદ નેપાળમાં ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે.

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

Amreli સરપંચે PGVCL વીજકર્મીઓને ખખડાવ્યા એન્ટ્રી ના લેતા નકર ધોવાય જશો Police આવતા મામલો ગરમાયો