ભૂપેન્દ્ર પટેલના શાસનના ચાર વર્ષ #bhupendrapatel #bjp #gujarat #bhajapa – 13 સપ્ટેમ્બર, 2025 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ડબલ એન્જિનની સરકારનો મુદ્દો લોકો સમક્ષ રાખી રાજ્ય અને કેન્દ્ર બન્નેમાં એક જ પક્ષની સુમેળવાળી સરકાર બનાવામાં આવી હતી.
ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે નિર્ધાર સાથે દાદાની સરકાર કામ કરી રહી છે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે તો તેનો શ્રેય માત્ર ભુપેન્દ્ર પટેલની સરકારને જાય છે.
ભૂપેન્દ્ર પટેલના શાસનના ચાર વર્ષ પૂર્ણ ડબલ એન્જિનની સરકાર
ડબલ એન્જીનની સરકારે ગુજરાતની વિકાસગાથાને વેગ આપ્યો

ગામડાથી લઈને મહાનગરો સુધી અવિરત વિકાસયાત્રા
13 સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ બીજીવાર મુખ્યમંત્રી બન્યા ભુપેન્દ્ર પટેલ
ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે ભુપેન્દ્ર પટેલ વર્ષ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા .પરંતુ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં, અને રાજ્યની વિકાસયાત્રાની શાસનધુરા સંભાળી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભુપેન્દ્ર પટેલની સરકારને આ સફળતાના ચાર વર્ષ પૂર્ણ કરવા પર વીઆર લાઈવ ન્યુઝ તરફથી હાર્દિક શુભકામનાઓ.
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ
Amit Shah ફરી આવશે ગુજરાત પ્રવાસે. અમદાવાદમાં સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષનું કરશે ઉદ્ઘાટન.