BIG BOSS: “UAEથી રોબોટ ‘હબુબુ’ની એન્ટ્રી બિગ બોસ ઘરમાં AI વાછરડા ની રમઝટ!”
બિગ બોસને લઈને દર વર્ષે કોઈને કોઈ નવી ચર્ચા થતી રહે છે, પરંતુ આ વખતે કંઈક સાવ અલગ જ થવાનું છે! બિગ બોસની 19મી સિઝનમાં UAEથી ખાસ રોબોટ ‘હબુબુ’ની એન્ટ્રીની ચર્ચા ચાલી રહી છે, જે શોમાં એક નવો ટ્વિસ્ટ લાવી શકે છે.
શું છે આ રોબોટ ‘હબુબુ‘?
બિગ બોસ 19માં UAEની રોબોટ ઢીંગલી ‘હબુબુ’ની એન્ટ્રીની વાત ચાલી રહી છે. આ રોબોટની સૌથી મોટી વિશેષતા એ છે કે હબુબુ 7 ભાષાઓ બોલી શકે છે, જેમાં હિન્દી, અંગ્રેજી, અરેબિક અને અન્ય ભાષાઓ પણ શામેલ છે. શુદ્ધ હિન્દી બોલવાની ક્ષમતા હોવાથી આ રોબોટ ભારતના દર્શકો સાથે સરળતાથી જોડાઈ શકશે.
હબુબુ માત્ર વાતચીતમાં જ નહીં, પરંતુ કુકિંગ (રસોઈ) અને ક્લિનિંગ (સફાઈ) જેવા ઘરકામમાં પણ નિષ્ણાત છે. એવું માનવામાં આવે છે કે બિગ બોસના ઘરમાં જે રૂટિન કામોને લઈને હંમેશા ઝઘડા થાય છે, તેને લઈને હબુબુ ખાસ મદદ કરશે અને ઘરનું વાતાવરણ સુધારવામાં ફાળો આપશે.

BIG BOSS: “હબુબુ’નું ઘરમાં આગમન બિગ બોસ 19માં ટેકનોલોજી અને ડ્રામાનો મશ્કરી મેલ!”
માનવ જેવી AI ટેકનોલોજી
હાલમાં આ વિગતો સામે આવી છે કે આ રોબોટને UAEના ‘બ્રેઇન માર્કેટ’ નામના રોબોટિક્સ પ્લેટફોર્મે તૈયાર કર્યું છે. હબુબુને બનાવવા પાછળ માનવ જેવી સ્માર્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લગાવવામાં આવી છે, જે લોકોને સાથે વાત કરતા શીખી શકે છે અને તેમની આદતોને યાદ રાખી શકે છે.
તો હવે જોવું રહ્યું કે રિયાલિટી શોમાં માનવ કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે આ AI કન્ટેસ્ટન્ટ કેટલો સમય ટકી શકે છે અને દર્શકોને કેટલો મનોરંજન પૂરો પાડે છે!

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: BIG BOSS: બિગ બોસ 19માં ‘હબુબુ’ રોબોટની એન્ટ્રી? UAEની AI ઢીંગલી કરશે ઘરકામ!#BiggBoss19 #HabubuRobot #AIinRealityShow #BiggBossAI #UAErobot