તો હા અમે ગુંડા છીએ: ઉદ્ધવ ઠાકરે #uddhavthackeray

0
32

uddhavthackeray: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (uddhavthackeray) પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા છે. આ ઐતિહાસિક પુનર્મિલનનું કારણ છે મરાઠી ભાષા અને અસ્મિતાને લઈને ચાલતો વિવાદ, જેમાં મહાયુતિ સરકારની ત્રણ ભાષા નીતિનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ આ વિવાદે ગુજરાતી સમુદાય સાથેના સંબંધોને પણ ચર્ચામાં લાવ્યા છે, જેમાં ઠાકરે બંધુઓની નીતિઓ અને MNS ના કાર્યકરોની કથિત ગુંડાગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

ગુજરાતી પર હુમલાથી શરૂ થયો વિવાદ

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાને લઈને થયેલા હુમલાઓએ આ મુદ્દાને વધુ જટિલ બનાવ્યો છે. એક ઘટનામાં, એમએનએસના કાર્યકરોએ 48 વર્ષીય ગુજરાતી દુકાનદાર બાબુલાલ ખીમજી ચૌધરી સાથે હિન્દીમાં જવાબ આપવા બદલ ઝઘડો કર્યો, જેના પરિણામે ફરિયાદ પણ નોંધાઈ. બીજી બાજુ, આદિત્ય ઠાકરેએ આ હુમલાઓને ‘મરાઠી-બિન-મરાઠી’નો મુદ્દો ન હોવાનું કહીને ભાષાકીય રંગ આપવાનો ઇનકાર કર્યો, પરંતુ આ નિવેદન વિવાદને શાંત કરવામાં નિષ્ફળ રહ્યું. આ ઉપરાંત, એમએનએસના નેતા રાજ ઠાકરે પર ગુજરાતી સમુદાય સાથે દુર્વ્યવહારના આરોપો લાગ્યા છે.

ઉદ્ધવ ઠાકરેનુ નિવેદન ચર્ચામાં

ઉદ્ધવે (uddhavthackeray) પોતાના ભાષણમાં એવા ટીકાકારો પર પણ નિશાન સાધ્યું જેઓ વિરોધ કરવા બદલ મરાઠી લોકોને ‘ગુંડા’ કહી રહ્યા છે. તેમણે કહ્યું, “જો મરાઠી લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને તમે તેમને ગુંડા કહી રહ્યા છો, તો હા અમે ‘ગુંડા’ છીએ.” તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે મરાઠી ઓળખ અને ભાષાને દબાવવાનું હવે સ્વીકાર્ય રહેશે નહીં. (uddhavthackeray

20 વર્ષ બાદ કેમ એકસાથે આવ્યા ઠાકરે ભાઈઓ?

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે