ambalalpatel: રાજયનના ઘણા વિસ્તારોમાં મેઘરાજા હાલ સટાસટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (ambalalpatel) ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનની આગાહી કરી છે. આ સાથે લોકોને સાવધાની રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.
અંબાલાલ પટેલે (ambalalpatel) કરેલી આગાહી પ્રમાણે, આજે અમદાવાદ અને ગાંધીગરમાં વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેરની સંભાવના છે. 5થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં. તેમણે બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની આગાહી કરી, જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના છે.

વરસાદી સિસ્ટમ
અંબાલાલ પટેલે (ambalalpatel) જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં રચાતું વહન રાજ્યમાં વરસાદનું જોર વધારશે. મોન્સૂન ટ્રફની ગતિ ઉપર-નીચે થતી રહે છે, જેના કારણે 5થી 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. જુલાઈના અંતમાં બીજી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે, જે ભારે પવન સાથે વધુ મેઘમહેર લાવશે. આ વખતે ચોમાસું રાજ્યના તમામ ભાગોમાં સમાન નથી, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે.
વડોદરામાં સરકારના બેગ લેસ ડે નિર્ણયનું સુરસુરિયું
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે