DomesticViolence: પત્નીએ શારીરિક સંબંધ માટેના પાડતા પતિએ કરી હત્યા

    0
    127

    DomesticViolence: ભિંડમાં પતિએ શારીરિક સંબંધના ઈનકાર પછી પત્નીની ગળું દબાવી કરી હત્યા

    મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિએ શારીરિક સંબંધ માટે દબાણ કરતાં પત્નીએ ઇનકાર કર્યો અને પરિણામે પોતાનું જ જીવન ગુમાવવું પડ્યું. નશામાં ધૂત પતિએ પોતાનો હોશ ગુમાવી દીધો અને પત્નીની ગળું દબાવી હત્યા કરી.`

    મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના પુલેહ ગામથી એક હ્રદયવિદારી ઘટના સામે આવી છે. અહીં ગુરુવારની રાત્રે એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી છે. આરોપી પતિ જબર સિંહ જાટવ નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. પણ તેની પત્નીએ ઇનકાર કર્યો અને સૂઈ ગઈ. પત્નીનો ઇનકાર સહન ન થઇ શકતાં, ગુસ્સામાં પોતાનો મોબાઇલ કેમેરો ચાલુ કરી વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું અને પત્ની પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. પત્નીએ તેનો વિરોધ કર્યો, જેના જવાબમાં જબરે પહેલા તેને માર માર્યો અને પછી પોતાનું પગ તેના ગળા પર મૂકી તેમનું શ્વાસ બંધ થતા મોત નિપજ્યું છે.

    DomesticViolence

    DomesticViolence: નશાની હાલતમાં ગુનો કરી પિતાને આપી જાણ

    નશામાં ધૂત જબરને એ ખ્યાલ પણ ન રહ્યો કે તેણે શું ગુનો કર્યો છે. તેણે પોતાની પત્નીનો જીવ લીધા પછી તેનો મૃતદેહ પલંગ પર જ રહેલું હતો અને પોતે તેની જ બાજુમાં સૂઈ ગયો. જ્યારે સવારે જાગ્યો, ત્યારે પત્નીનું નિજીવત શરીર જોઈને તે દંગ રહી ગયો અને તત્કાળ પિતાને ઘટના અંગે જાણ કરી. ત્યારબાદ સીધો ઉમરી પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કરી દીધું. પોલીસ સમક્ષ તેણે કહ્યું કે, “સાહેબ, મેં દારૂના નશામાં મારી પત્નીની હત્યા કરી છે, મને પકડો.”

    જબર સિંહની વાત સાંભળી પોલીસ પણ અચંબિત રહી ગઈ. તરત જ પોલીસે તેનું નિવેદન લીધું અને તેને લઈને ઘટનાસ્થળે પહોંચી. ત્યાં યુવતીનું મૃતદેહ પલંગ પર પડેલું મળ્યું. પોલીસએ મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો અને આરોપી પતિની ધરપકડ કરી. મૃતક મહિલાના ભાઈ દીપુ જાટવે ગંભીર આરોપ લગાવ્યો છે કે આ માત્ર પતિ જબર સિંહનો નહિ પણ તેના પિતાનો પણ હાથ છે. દીપુએ જણાવ્યું કે બહેનની એક આંગળી કપાઈ ગઈ હતી અને ચહેરા પર ગંભીર ઈજાના નિશાન પણ હતા.

    DomesticViolence

    DomesticViolence:લગ્ન માત્ર ચાર મહિના પહેલાં

    મહત્વપૂર્ણ છે કે, આ યુગલના લગ્ન માત્ર ચાર મહિના પહેલાં, 10 ફેબ્રુઆરી 2025ના રોજ જ થયા હતા. લગ્ન પછી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાની જાણ થતાં જ મૃતકના મામાપક્ષના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર મામલાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.

    DomesticViolence
    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: DomesticViolence: પત્નીએ શારીરિક સંબંધ માટેના પાડતા પતિએ કરી હત્યા