Photos: ‘ખુલ્લેઆમ કોમ્પ્રોમાઈઝ.. અભિનેત્રીએ કર્યો મોટો ખુલોસો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ

0
5

Photos: બરખા સિંહનો ખુલાસો દક્ષિણ ફિલ્મથી મળી ‘સમાધાન’ની શરત સાથે ઓફર

પંકજ ત્રિપાઠી સાથે જોવા મળેલી અભિનેત્રીએ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જેણે ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. આ સુંદર અભિનેત્રીએ જણાવ્યું કે તેને દક્ષિણની એક ફિલ્મની ઓફર સાથેનો એક ઈમેલ મળ્યો જેમાં ‘સમાધાન’ની વાત કરવામાં આવી હતી.

એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીનો દાવો

આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ બરખા સિંહ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘મને એક ઈમેલ મળ્યો જેમાં કોઈએ મને દક્ષિણ ભારતીય ફિલ્મની ઓફર કરી હતી પરંતુ તેમાં લખ્યું હતું કે ‘સમાધાન જરૂરી છે’. જો તમે મેઇલનો રિપ્લાય કરો છો તો તેનો એ કે તમે સંમત છો.

Photos

Photos:ઈમેલમાં શું લખાયું હતું? બરખાએ કહી પોતાનો અનુભવ

‘શબ્દોનો અર્થ સ્પષ્ટ છે’

બરખાએ કહ્યું કે તે મેઇલમાં એ લખ્યું નહોતું કે કોની સાથે અને કયા મુદ્દા પર કરાર કરવાનો છે. પરંતુ શબ્દોનો અર્થ સ્પષ્ટ હતો, જે તમે અને હું સરળતાથી સમજી શકીએ છીએ.

Photos

કોમ્પ્રોમાઇઝની વાતો ખુલ્લેઆમ થાય છે

કોમ્પ્રોમાઇઝની વાતો ખુલ્લેઆમ થાય છે’ બરખા કહે છે કે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં આવી ઘટનાઓ ખુલ્લેઆમ બને છે. અને આ ઘટના તાજેતરમાં આ વર્ષે બની હતી. તેણે કહ્યું, ‘હું હંમેશા એવી પરિસ્થિતિઓથી બચવાનો પ્રયાસ કરું છું જે મારી કારકિર્દીને બગાડી શકે.’ દરેક વ્યક્તિએ સમજી-વિચારીને નિર્ણયો લેવા જોઈએ.

Photos

કાસ્ટિંગ કાઉચમાંથી બચી, પણ અનુભવ કડવો

બરખાએ એ પણ સ્પષ્ટતા કરી કે તેણીએ ક્યારેય કાસ્ટિંગ કાઉચ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી. પરંતુ આ મેઇલ એક સત્ય છે જે ઇન્ડસ્ટ્રીનો એક અલગ ચહેરો દર્શાવે છે.

Photos

OTTથી મળી ઓળખ

બરખા સિંહે ‘એન્જિનિયરિંગ ગર્લ્સ’, ‘પ્લીઝ ફાઇન્ડ એટેચ્ડ’ અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘મજા મા’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. જે પછી તેને ઘણી ઓળખ મળી.

Photos

આ ફિલ્મે વધુ ઓળખ આપી

તાજેતરમાં તે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં વિક્રાંત મેસી સાથે જોવા મળી હતી. પરંતુ તેને ‘ક્રિમિનલ જસ્ટિસ 4’માં પંકજ ત્રિપાઠીના સહાયક વકીલ શિવાની માથુરની ભૂમિકા માટે સૌથી વધુ ઓળખ મળી.

Photos

ગ્લેમરની દુનિયા પાછળનું કડવું સત્ય

બરખાનો આ ખુલાસો ફરી એકવાર એ મુદ્દાને ઉજાગર કરે છે કે ઘણી વખત ગ્લેમરની દુનિયા પાછળ કડવું સત્ય છુપાયેલું હોય છે અને આ વાત ઘણી મોટી હસ્તીઓએ પણ જાહેર કરી છે.

Photos
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
Read more: Photos: ‘ખુલ્લેઆમ કોમ્પ્રોમાઈઝ.. અભિનેત્રીએ કર્યો મોટો ખુલોસો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ