HomeUncategorizedપ્રથમ વરસાદમાં તંત્રના કામની પોલ ખોલી નાખી ગ્રામ્ય વિસ્તારનો રસ્તો તુટ્યો #surendranagar...

પ્રથમ વરસાદમાં તંત્રના કામની પોલ ખોલી નાખી ગ્રામ્ય વિસ્તારનો રસ્તો તુટ્યો #surendranagar #rodrasta #gramrasta #jillarasta

પ્રથમ વરસાદમાં તંત્રના કામની પોલ ખોલી નાખી ગ્રામ્ય વિસ્તારનો રસ્તો તુટ્યો #surendranagar #rodrasta #gramrasta #jillarasta – સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રના કામની પોલ ખોલી નાખી છે. રામપરા અને ગુંદીયાળા ગામને જોડતો તાજેતરમાં જ બનાવવામાં આવેલો ડામર રોડ પહેલા જ વરસાદમાં તૂટી જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદમાં જ ગ્રામ્ય વિસ્તારનો રસ્તો તૂટ્યો વરસાદમાં તંત્રના કામની પોલ ખોલી

અને રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. રામપરા અને ગુંદીયાળા ગામને જોડતો આ સિંગલ પટ્ટી રોડ તૂટી જવાથી બંને ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રામપરા અને ગુંદીયાળા ગામને જોડતો રોડ વરસાદમાં ધોવાયો

વરસાદી પાણી ભરાઈ જવાથી અને રોડ તૂટી જવાથી અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ રોડ થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ વરસાદમાં જ રોડ તૂટી જતાં તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

નવો બનાવેલ રોડ તુટતા રોડનાં કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments