Gujarat Banaskantha: સરહદી વિસ્તારના સાત ગામોમાં લગાવાઇ સાઈરન

0
35
Gujarat Banaskantha
Gujarat Banaskantha

Gujarat Banaskantha: સરહદી વિસ્તારના સાત ગામોમાં લગાવાઇ સાઈરન. પાડણ,મેઘપુરા,માંસાલી,જલોયા,બોરુ, દુદાસણ અને સુઈગામમાં લગાવી સાઈરન

Gujarat Banaskantha
Gujarat Banaskantha

સાઈરનનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાશે

Gujarat Banaskantha: સરહદી વિસ્તારના સાત ગામોમાં લગાવાઇ સાઈરન. યુદ્ધ ભલે વિરામ થયું હોય પણ આ સાયરન બીજા ઘણાં કામમાં આવી શકે છે. જેથી આ નિણર્ય લઈને સરકાર દ્વારા આ કામ હાથ ધરવામાં આવ્યું છે.

કુદરતી આફત અને યુદ્ધની સ્થિતિમાં વાગશે સાઈરન

સ્થાનિક સરપંચ અને તલાટી કરશે તેનું સંચાલન

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં હવે સુરક્ષા વધુ મજબૂત બની છે. કુદરતી આપત્તિ કે યુદ્ધ જેવી સ્થિતિમાં તાત્કાલિક એલર્ટ માટે સરહદી સાત ગામોમાં સાઈરન સિસ્ટમ લગાવવામાં આવી છે. પાકિસ્તાન સરહદને અડકતા બનાસકાંઠાના પાડણ, મેઘપુરા, માંસાલી, જલોયા, બોરુ, દુદાસણ અને સુઈગામ આ સાત ગામોમાં હવે મોટી મુશ્કેલી વખતે ALERT આપવા માટે સાઈરન સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે. ગામના ઊંચા વિસ્તારોમાં આ સાઈરન લગાવવામાં આવ્યા છે, જેથી તેનો અવાજ દૂર સુધી સંભળાઈ શકે. આ સાઈરનનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાશે. યુદ્ધની સ્થિતિ હોય કે કુદરતી આફત – જેવો કે ભારે વરસાદ, ભૂકંપ કે હુમલો – ત્યારે આ સાઈરન વાગશે. સ્થાનિક સરપંચ અને તલાટીને સાઈરન સંચાલનની જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓના સંકેત મળતાની સાથે, સ્થાનિક તંત્ર સાઈરન ચલાવશે અને લોકોને આગાહી આપશે. આ નવી પહેલ સરહદી વિસ્તારમાં રહેતા લોકો માટે જીવદાયક સાબિત થઈ શકે છે.

करंज तेलके फायदे : દિવાળી પર કરંજ તેલના દીવા કરવા પાછળનું કારણ શું છે?

Gujarat Forecast Paresh Goswami બીજા માવઠાની ભારી આગાહી! આવતી કાલે કેટલા જિલ્લાઓમા માવઠું Weather TV