ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ #indiaairport #flightsstatus #airport #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #gujarat #rajkot #kachch #bhuj #jamanagr
પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ તણાવ વચ્ચે કેન્દ્રએ 9 મે સુધી 8 રાજ્યનાં 28 એરપોર્ટ બંધ કરી દીધાં છે. આ રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. દિલ્હી એરપોર્ટ પરથી પણ 135 ફ્લાઈટ રદ કરાઈ છે.મુખ્ય એરપોર્ટમાં શ્રીનગર, જમ્મુ, લેહ, ચંડીગઢ, જોધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ અને જામનગરનો સમાવેશ થાય છે.
આ પાકિસ્તાન સરહદને અડીને આવેલાં છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ અને ઉત્તરપ્રદેશના હિંડોન એરપોર્ટ પર પણ કામગીરી બંધ છે.એર ઇન્ડિયા, ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઇસજેટ, અકાસા એર અને કેટલીક વિદેશી એરલાઇન્સે આજે લગભગ 430 ફ્લાઇટ્સ રદ કરી છે. આ દેશની દૈનિક ફ્લાઇટ્સના 3% છે. એવી જ રીતે પાકિસ્તાનમાં લગભગ 147 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જે દૈનિક ફ્લાઇટ્સના 17% છે.અહીં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં હાઇ એલર્ટ છે.
બંને રાજ્યના સરહદી વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ, વહીવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી ભારતે મંગળવારે મોડીરાત્રે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 28 એરપોર્ટ બંધ કરાયા

ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર 8 રાજ્યોના 28 એરપોર્ટ કરાયા બંધ

રાજકોટ , ભુજ , જામનગરનું એરપોર્ટ બંધ કરાયું

શ્રીનગર, જમ્મુ , લેહનું એરપોર્ટ બંધ કરાયું
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે