પાકિસ્તાનના શેરબજારમાં 17 વર્ષમાં સૌથી મોટો 10,000થી વધુ પોઈન્ટનો કડાકો #pakistaneconomy #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor

0
138

પાકિસ્તાનના શેરબજારમાં કડાકો#pakistaneconomy #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor પહેલગામ હુમલાના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ આજે 8 મેના રોજ પાકિસ્તાનનાશેરબજારમાં મોટો કડાકો આવ્યો છે , જેનાથી પાકિસ્તાનનું આર્થિક સંકટ વધુ ઘેરાઈ જશે,  આજે પાકિસ્તાનના શેરબજારમાં 17 વર્ષમાં સૌથી મોટો કડાકો નોંધાયો છે.

પાકિસ્તાનના શેરબજારમાં કડાકો

જેમાં 10,000થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, . આ કડાકાને કારણે રોકાણકારોમાં ઘબરાહટનો માહોલ છવાઈ ગયો છે અને બજારમાં અસ્થિરતા સર્જાઈ છે , 100 ઇન્ડેક્સ 7,241 પોઈન્ટ અથવા 6.58% ઘટીને 102,767 પર બંધ થયો. ઘટાડાને કારણે, દિવસ દરમિયાન વેપાર બંધ કરવો પડ્યો.

પાકિસ્તાની રોકાણકારો IMFના નિર્ણય પર નજર

જોકે, પછીથી તેને શરૂ કરવામાં આવ્યું હતું.પાકિસ્તાની રોકાણકારો IMFના નિર્ણય પર નજર રાખી રહ્યા છે પાકિસ્તાનના રોકાણકારો IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના નિર્ણય પર નજર રાખી રહ્યા છે. આમાં, IMF નક્કી કરશે કે પાકિસ્તાનને આપવામાં આવતી ભંડોળ સુવિધાને લંબાવવી કે નહીં. IMF આવતીકાલે એટલે કે 9 મેના રોજ પોતાનો નિર્ણય જાહેર કરશે.

પાકિસ્તાનના શેરબજારમાં 17 વર્ષમાં સૌથી મોટો 10,000થી વધુ પોઈન્ટનો કડાકો #pakistaneconomy #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે