ગોંડલ : રિબડાના યુવક દ્વારા દુષ્કર્મ આચર્યાના આક્ષેપનો મામલો, આરોપી યુવક અમિત ખૂંટે પોતાની વાડીમાં કરી આત્મહત્યા
અમરેલીની યુવતીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની થઈ હતી ફરિયાદ
પોલીસ પોસ્કો હેઠળ ફરિયાદ નોંધી કરી રહી હતી તપાસ

શહેરના રિબડા ગામમાં એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ સગીરાનો બળાત્કાર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસ તપાસ કરે તે પહેલા જ યુવકે પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે. અમિત ખૂંટ નામનો આ યુવક સગીરાને ગોંડલ ચોકડી પાસે લઈ ગયો હતો અને અહીં તેણે તેની સાથે આ દુષ્કૃત્ય કર્યુ હતું, તેવી ફરિયાદ થઈ છે. ફરિયાદ ગયા શનિવારે થઈ હતી અને યુવકે હવે આત્મહત્યા કરી લેતા પોલીસ ઘટનાસ્થળે દોડી હતી, જોકે હવે યુવક પાસેથી પોલીસને કંઈ જાણવા મળશે નહીં.આ 17 વર્ષીય સગીરા સાવરકુંડલાની છે અને રાજકોટમાં રહેતી હતી. અહીં તે મોડલિંગ પણ કરતી હતી. સગીરાના જણાવ્યા અનુસાર તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેને અમિત ખૂંટે સંપર્ક કરવાની કોશિશ કરી હતી. સગીરા તેને ફોલો બેક કરવાનું કહેતા બન્ને મિત્રો બન્યા હતા. બન્ને અવારનવાર મળતા હતા. ગયા શુક્રવારે અમિત સગીરા સાથે ફરવા ગયો હતો. અહીં તેણે તેને કેફી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર કર્યો હતો. સગીરા જ્યારે ભાનમાં આવી ત્યારે તેણે પોતાની બહેનને બોલાવી હતી અને સમગ્ર ઘટના વર્ણવી હતી. ત્યારબાદ બન્ને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા સગીરાની મેડિકલ તપાસ કરવામાં આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ, પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
Jairajsinh Jadeja Ganesh Gondal Rajasthanમાં મોટો ધડાકો મુશ્કેલીઓ વધશે #gondal #rajkumar #bhilwara
Gondal માં Ganesh Gondal કરશે Baba Saheb ની મૂર્તિનું લોકાર્પણ જેનાથી Dalit Samaj અજાણ
આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ માર્યું મેદાન