આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ માર્યું મેદાન

0
63

95.23% દીકરીઓ થઈ પાસ,આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ

આજે ધોરણ 12 નુ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જેમા દર વર્ષની જેમ ગુજરાતની તેજસ્વી દીકરીઓ એ પરંપરાને જાળવી રાખતા દીકરાઓને પાછળ છોડી દઈ મેદાન માર્યુ છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 95.23 % દીકરીઓ ઉતીર્ણ થઈ છે. જ્યારે 90.48 % વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ
આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ

આજના ધોરણ 12ના પરિણામમાં ગુજરાતની દીકરીઓએ ફરી એકવાર પોતાના પ્રતિભા અને મહેનતથી દરેકને ગૌરવ અનુભવાવ્યો છે. સામાન્ય પ્રવાહમાં દીકરીઓનું 95.23% પાસિંગ પ્રમાણ રહી, જે છોકરાઓના 90.78% કરતા નોંધપાત્ર રીતે વધુ છે. આકંડાઓ એ દર્શાવે છે કે દીકરીઓ શૈક્ષણિક ક્ષેત્રમાં સતત આગળ વધી રહી છે અને સમાજમાં સ્ત્રી શિક્ષણની મહત્વતાને બળ આપે છે.

વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓ 83.79% સાથે થોડા આગળ રહ્યા છે, જ્યારે દીકરીઓ 83.20% સાથે તેમને પડકાર આપી રહી છે — અંતર માત્ર 0.59% નો છે, જે દર્શાવે છે કે હવે બંનેમાં ખાસ અંતર નથી. વિજ્ઞાન પ્રવાહમાં પણ ઘણા કેન્દ્રોએ શ્રેષ્ઠ પરિણામો આપ્યા છે, જેમ કે ગોંડલનું 96.60% અને મોરબી જિલ્લાનું 92.91% પરિણામ.

આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ માર્યું મેદાન.ગુજરાત શિક્ષણ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમા સામાન્ય પ્રવાહમાં ફરી એકવાર દીકરીઓએ તેમની જળહળતી સફળતાનો પરિચય આવતા દીકરાઓને પાછળ છોડી મેદાન માર્યુ છે. સામાન્ય પ્રવાહનું કૂલ 93.07 ટકા પરિણામ નોંધાયુ છે. જેમા ગુજરાતી માધ્યમનું 93.07% પરિણામ છે જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓનું 93.97 ટકા પરિણામ નોંધાયુ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય પ્રવાહમાં છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ ઉંચુ રહ્યુ છે. આ વર્ષે 95.23 ટકા દીકરીઓ ઉતીર્ણ થઈ છે જ્યારે 90.78 છોકરાઓ પાસ થયા છે.

આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ
આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ

સામાન્ય પ્રવાહમાં કૂલ 6 કેન્દ્રોનું 100 ટકા પરિણામ નોંધાયુ છે. સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાા, લીમ્બોદ્રા અને મીઠાપુર કેન્દ્રનું 100 % પરિણામ નોંધાયુ છે. ખાવડા કેન્દ્રનું સૌથી ઓછુ 52.56 ટકા પરિણામ નોંધાયુ છે. જિલ્લાવાર વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠામાં 97.20 ટકા પરિણામ નોંધાયુ છે. જ્યારે વડોદરામાં સૌથી ઓછુ 87.77 ટકા પરિણામ છે. રાજ્યમાં 2 હજાર 2 શાળાઓ એવી છ જેનુ સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ નોંધાયુ છે.

વિજ્ઞાન પ્રવાહમાં દીકરાઓની આગેકૂચ

આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ, આ તરફ વિજ્ઞાનપ્રવાહની જો વાત કરીએ તો ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ આવ્યુ છે. જે ગત વર્ષની સરખામણીએ 1% વધુ છે. માધ્યમ મુજબ રિઝલ્ટની વાત કરીએ તો ગુજરાતી મીડિયમનું 83.77% પરિણામ છે. જ્યારે અંગ્રેજી મીડિયમનું 83.49% પરિણામ છે. વિજ્ઞાનપ્રવાહમાં આ વખતે છોકરાઓએ બાજી મારી છે. છોકરાઓનું પરિણામ 83.79% આવ્યુ છે જ્યારે છોકરીઓનું પરિણામ 83.20 % આવ્યુ છે. જો કે દીકરીઓ પણ દીકરાઓ કરતા બહુ પાછળ નથી માત્ર 49 પોઈન્ટનો જ વધારો છે.

વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ગોંડલ કેન્દ્રનું 96.60 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ દાહોદ કેન્દ્રનું 54.48 ટકા પરિણામ નોંધાયું છે. સૌથી વધુ મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 59.15 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી 194 શાળા છે. 831 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 8 હજાર 983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

ANAND : બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત | #આણંદ ,#illegal,#bangladeshi , #citizen , #પોલીસ , #કાર્યવાહી

પાકિસ્તાનમાં તમામ પ્રકારની પોસ્ટલ-પાર્સલ સેવાઓ પર ભારતનો પ્રતિબંધ #IndiaPakistanWar #indiapakistan #postalseva #india #pakistan

ડાયાબીટીસથી બચવાના ઉપાયો | Family Doctor 1628 | VR LIVE