જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ રાજ્ય સરકાર તત્કાળ એક્શન મોડમાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે બોલાવાયેલી આ બેઠકમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર ઉપરાંત ઝોન 6ના ડીસીપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં અમદાવાદ શહેરની સુરક્ષાના ભાગરૂપે બાંગ્લાદેશીઓ ની ડિપોર્ટ કરવા , તપાસ વધુ સઘન કરવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં વિવિધ પગલાં અંગે ચર્ચા કરવામાં આવી.

રાજ્ય સરકાર તત્કાળ એક્શન
સંભવિત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવા, નાકાબંધી, પેટ્રોલિંગ અને સુરક્ષા ગજવટની સમીક્ષા કરી તાત્કાલિક અમલમાં લાવાની તજવીજ હાથ ધરાઈ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આજે સવારે પોલીસ કમિશનરએ ચંડોળા તળાવ વિસ્તારની મુલાકાત લીધી હતી.
પહેલગામ હુમલા બાદ સરકાર એક્શન મોડમાં
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક
અમદાવાદ પોલીસ અને પ્રશાસનની બેઠક
અમદાવાદ પોલીસ કમિશનર, મનપા કમિશનર અને કલેક્ટર બેઠકમાં હાજર

અમદાવાદ ઝોન 6ના DCP અને અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર
સવારે અમદાવાદ પોલીસ કમિશનરે ચંડોળા તળાવની લીધી હતી મુલાકાત
AHMEDABAD બાંગ્લાદેશી નાગરિકોની અટકાયતનો મામલો , #GUJRAT , #HOMEMINISTER , #GUJRATPOLICE , , #CM