૩૨ વર્ષીય યુવકની હત્યા મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ #vadodara #savali #manjusarpolice

0
360

વડોદરા સાવલીના ટુંડાવ ગામ પાસે ૩૨ વર્ષીય યુવકની હત્યા મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, મંજુસર પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને કુલ ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ઘટનામાં મરનાર યુવક રાહુલ સોની, જે સુભાનપુરા, વડોદરાનો રહેવાસી છે. જેનો મૃતદેહ ટુંડાવગામ નજીક એક બાઈક સાથે મૃતદેહ મળી આવ્યો હતો.

૩૨ વર્ષીય યુવકની હત્યા મામલે

પોલીસે તપાસ કરતા રાહુલની પ્રેમ પ્રકરણને કારણે હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતુ. મૃતક રાહુલની પ્રેમિકાના ભાઇએ મિત્રો સાથે મળીને માર મારી હત્યા કરી રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

૩૨ વર્ષીય યુવકની હત્યા મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ

સાવલીના ટુંડાવ ગામે યુવકની હત્યાનો મામલો

હત્યાના 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હોવાની બહાર આવ્યુ

પ્રેમિકાના ભાઇએ મિત્રો સાથે મળીને હત્યા કરી  હતી

વધુ સમાચાર માટે જોતા રહો

GANDHINAGAR : ટ્રાન્સઝેન્ડર ડેની ઉજવણી | #ગાંધીનગર, #transgenderday , #celebration , #transgender