Ajit Pawar: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના પ્રમુખ અજીત પવારે શનિવારે એક સૂચક નિવેદન આપ્યું. શરદ પવાર સામે બળવો કરવાનો અજીત પવારને હવે પસ્તાવો થઈ રહ્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે ઘર તોડવું એ મોટી ભૂલ હતી.
- ઉપમુખ્યમંત્રીના એક નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
- શરદ પવાર સામે બળવો કરવાનો અજીત પવારને પસ્તાવો
- પાર્ટીના નેતાઓને પણ શરદ પવારની ટીકા ન કરવા સૂચન
‘ઘર તોડવું ભૂલ હતી, સમાજ આ વસ્તુ ક્યારેય સ્વીકારશે નહીં’: Ajit Pawar
ગઢચિરોલીમાં એક રેલીને સંબોધિત કરતાં સમયે અજીત પવારે કહ્યું છે કે, ‘ઘર તોડવું ભૂલ હતી, સમાજ આ વસ્તુ ક્યારેય સ્વીકારશે નહીં.’ નોંધનીય છે કે ગયા વર્ષે અજીત પવારે NCPમાં અનેક ધારાસભ્યો સાથે વિદ્રોહ કર્યો હતો અને NDAમાં સામેલ થઈ ગયા હતા. આટલું જ નહીં તેઓ હાલ રાજ્યના ઉપમુખ્યમંત્રી છે.
અજિત પવારના નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. પાછલા મહીને અજિત પવારે પત્ની સુનેત્રા (Ajit Pawar’s wife) ને સુપ્રિયા સુલે વિરૂદ્ધ ચૂંટણી લડાવવાને ભૂલ ગણાવી હતી. આ ઉપરાંત, તેઓ વર્તમાન સમયમાં શરદ પવારની પ્રશંસા પણ કરતાં જોવા મળી રહ્યા છે અને પોતાની પાર્ટીના નેતાઓને પણ શરદ પવારની ટીકા ન કરવા સૂચન આપ્યા છે.
અજિત પવાર (Ajit Pawar) ના આ વલણને લઇને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે. જો કે, અજિત પવાર જૂથના નેતાઓનું માનવું છે કે, આ અજિત પવારની વ્યૂહાત્મક નીતિ છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં શરદ પવારની ટીકા કરતા અજિત પવાર અને તેમના પક્ષને મોટું નુકસાન થયું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો