Lucknow Airport :  એરપોર્ટ પર રેડિયોએક્ટિવ લીક, 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવાયો

0
306
Lucknow Airport
Lucknow Airport

Lucknow Airportલખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ લીક થયું છે. 2 કર્મચારી બેભાન થઈ ગયા છે. ટર્મિનલ-3 CISF અને NDRFને સોંપવામાં આવ્યું છે. 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવાયો છે. લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.

Lucknow Airportલખનૌ એરપોર્ટના ટર્મિનલ 3 પર લખનૌથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં એક બોક્સમાં કેન્સરની દવાઓ મોકલવામાં આવી રહી હતી. ચેકિંગ દરમિયાન લગેજ સ્કેનરમાંથી બીપ સંભળાઈ. કેન્સરની દવાનું બોક્સ ખુલ્યું. તેને બચાવવા માટે વપરાતી કિરણોત્સર્ગી સામગ્રી લીક થઈ ગઈ.

Lucknow Airport :  એરપોર્ટ પર નાસભાગ મચી  

Lucknow Airport

ઘટનાસ્થળે મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. ટર્મિનલ 3 ખાલી કરીને CISF અને NDRFને સોંપવામાં આવ્યું છે. એરપોર્ટના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે તે કેન્સરની દવાને કારણે લીક થઈ હતી. બે કર્મચારીઓને અલગ રાખવામાં આવ્યા છે.

Lucknow Airport :   પ્રાથમિક માહિતી અનુસાર, ફ્લાઈટ લખનઉથી ગુવાહાટી જઈ રહી હતી. દરમિયાન એરપોર્ટ ટર્મિનલ-3 પર સ્કેનિંગ દરમિયાન મશીને બીપનો અવાજ કર્યો. આ બોક્સમાં કેન્સરવિરોધી દવાઓ લાકડાંના બોક્સમાં પેક હતી.

Lucknow Airport

Lucknow Airportએમાં રેડિયોએક્ટિવ તત્ત્વો હોય છે. કર્મચારીઓએ બોક્સ ખોલતાંની સાથે જ ઝડપથી ગેસ નીકળ્યો હતો, જેના કારણે બે કર્મચારી બેભાન થઇ ગયા હતા. કર્મચારીઓ બેભાન થતાં જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો