Garlic case :   લસણને શાકભાજી ગણવી કે મસાલો ? કોર્ટે આપ્યો 9 વર્ષ બાદ મહત્વનો ચુકાદો  

0
332
Garlic case
Garlic case

Garlic case :  ભારતીય ભોજન મસાલા માટે વિશ્વ વિખ્યાત છે, ભારતીયોના મસાલામાં અતિ મહત્વનું સ્થાન લસણ ધરાવે છે, લસણ વગર ભારતીય ભોજનની સ્વાદીષ્ટતા ફિક્કી લાગે છે, પરંતુ શું તમને જાણો છો લસણને મસાલામાં નહિ પરંતુ શાકભાજીમાં ગણવામાં આવે છે, અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, શું છે સમગ્ર મામલો વાંચો અમારા આ અહેવાલમાં…        

Garlic case :   ભોજનના સ્વાદમાં ચારચાંદ લગાવતું લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. પરંતુ તેની કેટેગરીને લઈને વિવાદ સર્જાયો છે. લસણની ગણતરી શાકભાજીમાં થાય કે, મસાલામાં તે મામલે છેલ્લા નવ વર્ષથી ખેડૂતો-કમિશન એજન્ટો કાનૂની લડાઈ લડી રહ્યા છે. જેના પર અંતે મધ્યપ્રદેશ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં બન્ને પક્ષોને લાભ કરાવ્યો છે.

Garlic case

નવ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં બન્ને પક્ષકારો ઇચ્છતા હતા કે, લસણની ચોક્કસ કેટેગરી નક્કી કરવામાં આવે. જેના પર મધ્યપ્રદેશ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કર્યું છે. તેમજ તેને તેજાના બજારમાં પણ વેચવાની મંજૂરી આપી છે.

Garlic case :   2017ના આદેશને યથાવત્ રાખ્યો

Garlic case

જસ્ટિસ એસ. એ. ધર્માધિકારી અને ડી. વેંકટરમનની બેન્ચે 2017ના આદેશને યથાવત્ રાખતાં કહ્યું છે કે, લસણ ઝડપથી સડી જાય છે, તેથી તેની ગણના શાકભાજીમાં કરી શકાય. પરંતુ તેને શાકભાજી અને તેજાના બન્ને બજારમાં વેચી શકાશે. જેથી વેપાર પર લાગુ પ્રતિબંધો દૂર થશે અને ખેડૂતો તથા વેપારીઓ બન્નેને લાભ થશે.

Garlic case :   શું હતો વિવાદ

Garlic case :   મધ્યપ્રદેશના મંડી બોર્ડે 2015માં લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી હતી. બાદમાં કૃષિ વિભાગે આ આદેશ રદ કરતાં કૃષિ પાક મંડી સમિતિ અધિનિયમ(1972)નો હવાલો આપતાં તેને તેજાનામાં સામેલ કર્યું હતું. લસણની કેટેગરી નક્કી ન થતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ કરવામાં આવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો