Glade One project: બી.સફલનું ગૌચર જમીન કૌભાંડ, કોઈ પણ જ મંજુરી વિના ફાઈવ સ્ટાર હોટલ

0
167
Glade One project: બી.સફલનું ગૌચર જમીન કૌભાંડ, કોઈ પણ જ મંજુરી વિના ફાઈવ સ્ટાર હોટલ
Glade One project: બી.સફલનું ગૌચર જમીન કૌભાંડ, કોઈ પણ જ મંજુરી વિના ફાઈવ સ્ટાર હોટલ

Glade One project: અમદાવાદના જાણીતા બી. સફલ ગ્રુપે સાણંદ તાલુકાની ગોચરની સરકારી જમીન પોતાની માલિકીની હોવાનું દર્શાવીને ૨૦૧૬મા પોતાના મહત્વાકાંક્ષી ગ્લેડ વન પ્રોજેક્ટનું પર્યાવરણ ક્લીયરન્સ પ્રમાણપત્ર (environmental clearance certificate) મેળવી લીધાની ગેરરીતિ બહાર આવી છે. જયારે હકીકત એ છે કે, આ ગોચરની જમીન સરકાર પાસેથી અદલાબદલીનો કરાર કરીને 25/11/2021નાં રોજ સરકાર પાસેથી મેળવવામાં આવી હતી. 

બી. સફલ કંપની ભ્રષ્ટાચાર આચરવામાં એટલી હદે સકળ રહી છે કે, 31/03/2016ના રોજ તેમણે આ ગ્લેડ વન પ્રોજેક્ટ (Glade One project)નું પર્યાવરણ ક્લીયરન્સ પ્રમાણાપત્ર મેળવ્યું તે પહેલા જ પ્રોજેક્ટની કામગીરી લગભગ પૂર્ણ કરી દીધી હતી. જ્યારે પર્યાવરણ મંજૂરી માટે 18/07/2014ની બેઠકમાં કંપનીને જણાવવામાં આવ્યું હતું કે, મંજૂરી મળે નહીં તે પહેલા સ્થળ ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં. તેમજ બી સફલ દ્વારા પણ લેખીત બાહેધરી આ સંદર્ભમાં આપવામાં આવી હોવા છતાં મંજૂરી આપવામાં આવી તે સમયે જ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણતાના આરે હતો. 

Glade One project: બી.સફલનું ગૌચર જમીન કૌભાંડ, કોઈ પણ જ મંજુરી વિના ફાઈવ સ્ટાર હોટલ
Glade One project: બી.સફલનું ગૌચર જમીન કૌભાંડ, કોઈ પણ જ મંજુરી વિના ફાઈવ સ્ટાર હોટલ

Glade One project

બી. સફલના સાણંદ ખાતે આવેલા ગ્લેડ વન પ્રોજેક્ટ (Glade One project) માં એન્વાયર્મેન્ટ ક્લીયરન્સ 242.83 એકરનું મેળવવામાં આવ્યું છે. જ્યારે ગ્લેડ વનની વેબ સાઈટ ઉપર આ વિસ્તાર 270 એકર અને બી. સફલની વેબ સાઈટ ઉપર 380 એકરનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે.

તેવી જ રીતે ગ્લેડ વનના પ્રોજેક્ટમાં ગોલ્ફ કોર્સ માટેની પર્યાવરણ ક્લીયરન્સની મંજુરી માત્ર 39 એકરની જ લેવામાં આવી છે. જ્યારે બ્રોશરમાં ગોલ્ડ કોર્સનો વિસ્તાર 80 એકરનો દર્શાવવામાં આવ્યો છે.

તેવી જ રીતે કોઈ જ મંજુરી વિના સ્ટાર હોટલ પણ બનાવી દેવામાં આવી છે. આમ, ગ્લેડ વનના આ પ્રોજેક્ટ (Glade One project) માં તમામ સરકારી નીતિ નિયમોનો સરેઆમ ભંગ કરાયો હોવાની વિગતો સામે આવી છે.

B Safal Group કંપનીના સત્તાવાળાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, માત્ર લેન્ડ સ્કેપીગની જ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ગૂગલ અર્થ દ્વારા ઉપલબ્ધ જે તે સમયની તસવીરો  સ્પષ્ટ કરે છે કે, લાંબા સમયથી કામગીરી ચાલી રહી હતી.

આમ, AEAC ના તમામ નિયમોના ભંગ બદલ તંત્રના આંખ આડા કાન અંગે અનેક પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આટલા મોટા વિસ્તારનું એકત્રીકરણ કરીને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં રસ્તા, પગદંડી, સરકારી ખરાબો, નેળીયા, ખેત તલાવડી વગરે જાહેર જહગ્યાઓ આ વિશાળ વિસ્તારની વચ્ચે આવે છે સ્વભાવિક બાબત છે. પરંતુ આવી જમીનોનું શું કરાયું તેનો ક્યાય કોઈ જ ઉલ્લેખ કે ખુલાસો કરવામાં આવ્યો નથી.

Glade One project: બી.સફલનું ગૌચર જમીન કૌભાંડ, કોઈ પણ જ મંજુરી વિના ફાઈવ સ્ટાર હોટલ
Glade One project: બી.સફલનું ગૌચર જમીન કૌભાંડ, કોઈ પણ જ મંજુરી વિના ફાઈવ સ્ટાર હોટલ

સરકારી અધિકારીઓને પણ ખાનગી સિક્યુરિટીની લેવી પડે છે મંજૂરી

ગામતળની જમીન ટાપુની જેમ આ પ્રોજેક્ટ (Glade One project) વચ્ચે ફસાઈ ગઈ છે. ગ્લેડ વનના આ પ્રોજેક્ટની બરાબર વચ્ચે જ સાણંદ તાલુકાના મોડાસર ગામની સર્વે નંબર 1314/1ની 3541 ચોરસ મીટરની સરકારી પડતર જમીન એક ટાપુની જેમ ફસાઈ ગઈ છે, જેના ઉપર સરકારી અધિકારીઓને પણ જવું હોય તો ખાનગી રોડ ઉપરથી અને ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડની મંજૂરી લઈને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કરોડોની કિંમતની આ સરકારી જમીન ઉપર કોઈ પ્રોજેક્ટ કરવો હોય તો ત્યાં સુધી પહોચવા માટેના રસ્તાની નવેસરથી વિચારણા કરવી પડે તેવી સ્થિતિ હાલ સર્જાયેલી છે.

બી. સફલે સરકારી ગોચરની જમીન ઉપર જ ECની મંજૂરી મેળવી 

પ્રાપ્ત માહિતી અનુસાર, સાણંદ તાલુકાના મોજે નાની દેવતી ગામની સરકારી ગોચરની સર્વે નંબર 581ની 3946 ચોરસ મીટર જમીન કે જે આ ખાનગી કંપનીને ફાળવવા માટે સ્થાનિક મામલતદાર અને નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટે નેગેટિવ અભિપ્રાય ફાળવવા છતાં પણ આપી દેવામાં આવી હતી. 

નાયબ કલેકટરે પોતાના 30/07/2020ના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જાહેર ઉપયોગિતાના કામે ઔદ્યોગિક હેતુ માટે સામાન્ય સંજોગોમાં ગૌચરની જમીનની ફાળવણી નાં કરવી, પરંતુ અત્યંત અનિવાર્ય હોય ત્યારે સ્થાનિક લોકોનું હિત હોય તેવા હેતુઓ તથા ગૌચર જમીન સિવાય ઉદ્યોગ સ્થાપવાનું શક્ય ન હોય તેવા સંજોગોમાં ગૌચરની જમીન ફાળવવા સદર પરિપત્ર થયો છે. પરંતુ કોઈપણ ખાનગી સંસ્થાઓ માટે જમીન અદલાબદલી (exchange agreement) અંગેની સરકારની કોઈ જોગવાઈઓ લાગૂમાં નથી. જેથી સદર અરજી દફતરે કરવા  મામલતદાર સાણંદે સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. 

બી. સફલ ગ્રુપે સાણંદ તાલુકામાં મહત્વાકાંક્ષી ગ્લેડ વન પ્રોજેક્ટનું પર્યાવરણ ક્લીયરન્સ પ્રમાણપત્ર મેળવી લીધાની ગેરરીતિ બહાર આવી છે. જયારે હકીકત એ છે કે, આ ગોચરની જમીન સરકાર પાસેથી અદલાબદલીનો કરાર કરીને 25/11/2021નાં રોજ સરકાર પાસેથી મેળવવામાં આવ્યો હતો. 

ગામના લોકોને આ પ્રોજેકટથી કોઈ જ લાભ નથી તેમજ ગૌચર બાબતે ગુજરાત હાઈકોર્ટે પણ કડક નીતિ અપનાવેલી છે. તેમ છતાં આ ફાળવણી કેવી રીતે થઈ તે નવાઈ ઉપજાવે તેવી બાબત છે.

Glade One project માં કોઈ પણ જાતની મંજૂરી વિના ફાઈવ સ્ટાર હોટલ

ગ્લેડ વનના પ્રોજેક્ટના સ્થળે પર્યાવરણ ખાતાની કોઈપણ જાતની મંજુરી મેળવ્યા વિના જ ફાઈવ સ્ટાર હોટલ ઉભી કરી દેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

બી. સફલના આ ગ્લેડ વનના પ્રોજેક્ટમાં કેટલાક રાજકારણીઓ તેમજ કેટલાક ઉચ્ચ સરકારી અધિકારીઓ જેમાં આઈ.પી.એસ. અને આઈ.એ.એસ. અધિકારીઓ દ્વારા મોટાપાયે રોકાણ કરાયાની વિગતો પણ જાણવા મળી છે.

બિલ્ડરનો ઓફિસથી કલેક્ટર કચેરી ચાલતી હોય એવો ઘાટ

સાણંદ તાલુકામાં ગ્લેડ વન પ્રોજેક્ટમાં દરેક તબક્કે ગેરરીતિ થઈ છે. કોઈપણ મંજૂરી વગર 2016માં ગોચરની જમીન હસ્તગત કરી પ્રોજેક્ટ ચાલુ કરાવી દેવામાં આવ્યો, પણ સરકાર સાથે અદલાબદલીનો કરાર 25મી નવેમ્બર 2021માં થયો હતો.

પર્યાવરણની મંજૂરી આપી શકાય નહીં એવી નોંધ છતાં ગોચરની જમીન ઉપર જ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગામતળની જમીન ટાપુની જેમ આ પ્રોજેક્ટ વચ્ચે ફસાઈ ગઈ છે. ત્યારે આ સમગ્ર કેસમાં મંજૂરી, ફાળવણી, પર્યાવરણની મંજૂરી કઈ રીતે મળી?

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો