Phogat_Vinesh : પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુશ્તી 50 કિગ્રા ઈવેન્ટની ફાઈનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો છે. વજન વધારે હોવાના કારણે તેને ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વિનેશ ફોગાટ વધુ વજનના કારણે ગેરલાયક ઠરી છે. આ ઘટનાક્રમ બાદ દેશમાં નિરાશાની લહેર ફેલાઈ ગઈ છે. આ અંગે વિવિધ રાજનેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે વિનેશ ફોગાટને પોસ્ટ કરીને પ્રોત્સાહિત કર્યા છે. આ સાથે પીએમ મોદીએ પીટી ઉષા પાસેથી આ સંબંધમાં માહિતી માંગી છે.
Phogat_Vinesh : પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ વિનેશ ફોગાટની અયોગ્યતા પર પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કરીને ફોગાટને ચેમ્પિયન ગણાવ્યા છે. PM એ લખ્યું, “વિનેશ તું ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છે! તું ભારતનું ગૌરવ છે અને દરેક ભારતીય માટે પ્રેરણા છે. આજની નિષ્ફળતા દુઃખ આપે છે.
Phogat_Vinesh : અખિલેશ યાદવે તપાસની માંગ કરી
સપા પ્રમુખ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે આના પર સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે વિનેશ ફોગટ ફાઇનલમાં ન રમી શકવા માટે જે ટેકનિકલ કારણોની ચર્ચા કરવામાં આવી છે તેની ઊંડી તપાસ થવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે સત્ય શું છે અને તેની પાછળનું સાચું કારણ શું છે.
Phogat_Vinesh : કરણ ભૂષણ સિંહે શું કહ્યું ?
બીજેપી સાંસદ કરણ ભૂષણ સિંહે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ દેશ માટે નુકસાન છે. ફેડરેશન તેની તપાસ કરશે અને શું કરી શકાય તે જોશે. તમને જણાવી દઈએ કે કરણ ભૂષણ સિંહ કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર છે.
Phogat_Vinesh : શશિ થરૂરે કહ્યું- આ દુઃખદ છે
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને વધુ વજન હોવાના કારણે મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું હતું કે વિનેશ ફોગટ આ સુધી પહોંચી છે. તેણે વિશ્વના નંબર-1 રેસલરને હરાવી છે, ગતરોજ સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ સમાચાર દુઃખદ છે. વિનેશે કરેલી મહેનતનું પરિણામ તેને મળ્યું ન હતું.
Phogat_Vinesh : ઓછામાં ઓછો સિલ્વર મેડલ મળવો જોઈએ – દીપેન્દ્ર હુડ્ડા
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવા પર કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે અમે તેના ગોલ્ડ મેડલ જીતવાની રાહ જોઈ રહ્યા હતા. આ સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે. વિનેશ દેશની નજરમાં ચેમ્પિયન હતી, છે અને રહેશે. તેણે સખત મહેનત કરી અને ફાઇનલમાં પહોંચી. ગઈકાલે ત્રણેય મીટમાં તેણીનું વજન યોગ્ય હતું, તેથી તેણીને ઓછામાં ઓછા સિલ્વર મેડલ માટે ધ્યાનમાં લેવી જોઈએ. ભારતીય ઓલિમ્પિક સંઘે આ મામલો ઓલિમ્પિક સંઘ સમક્ષ મૂકવો જોઈએ.
Phogat_Vinesh : આખો દેશ તેમની સાથે છે – જયંત ચૌધરી
આ દરમિયાન ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને ગેરલાયક ઠેરવવા પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે અમે ખૂબ જ દુખી છીએ. ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. આખો દેશ તેની સાથે છે. ભારત સરકાર તેને પ્રાથમિકતા આપી રહી છે અને પીએમ મોદીએ તેની નોંધ લીધી છે અને જે પણ અપીલ પ્રક્રિયા જરૂરી હશે તે કરવામાં આવશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો