Somnath Temple: શ્રાવણ મહિનામાં સોમનાથ જતા પહેલા વાંચી લો આ સમાચાર 

0
231
Somnath Temple: શ્રાવણ મહિનામાં સોમનાથ જતા પહેલા વાંચી લો આ સમાચાર 
Somnath Temple: શ્રાવણ મહિનામાં સોમનાથ જતા પહેલા વાંચી લો આ સમાચાર 

Somnath Temple Timings: શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થયો છે. શિવાલયોમાં ભીડ હોય તે સ્વાભાવિક છે. ત્યારે સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ સોમનાથમાં ભોલેનાથના દર્શન કરો એ પહેલા આટલું વાંચી લો.

Somnath Temple: શ્રાવણ મહિનામાં સોમનાથ જતા પહેલા વાંચી લો આ સમાચાર 
Somnath Temple: શ્રાવણ મહિનામાં સોમનાથ જતા પહેલા વાંચી લો આ સમાચાર 

સોમનાથ પહોંચવા નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન

સોમનાથ પહોંચવા સૌથી નજીકનું એરપોર્ટ દીવ છે, જે સોમનાથથી  85 કિમી દ્દોર થાય છે. અને બીજી રાજકોટ એરપોર્ટ છે જે 200 કિમી. દૂર છે.

જો વાત કરીએ નજીકના રેલવે સ્ટેશનની તો, સોમનાથ રેલવે સ્ટેશનથી મંદિર 0.5 કિમી. દૂર છે અને વેરાવળ થી 7 કિમી. દૂર.

ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન રૂમ બૂકની સુવિધા

શ્રી સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન રૂમ બૂક કરી શકો છો, www.somnath.org વેબસાઈટ દ્વારા સાગર દર્શન અતિથી ગૃહ, લિલાવતી અતિથિ ભવન અને મહેશ્વરી અતિથિ ભવનમાં રૂમ બૂક કરી શકો છો.

આરતીનો સમય શું છે? | Somnath Temple Aarti Timings

સોમનાથ મંદિરની વેબસાઈટ (Somnath Temple  website) પર જણાવવામાં આવેલી માહિતી મુજબ મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય સવારે 6  થી રાતના 10 વાગ્યા સુધી છે.

Somnath Temple aarti

સવારની આરતી 7 વાગ્યે થાય છે. બીજી આરતી બપોરના 12 વાગ્યે અને સંધ્યા આરતી 7 વાગ્યે થાય છે. ઋતુના ફેરફાર પ્રમાણે આરતીના સમયમાં પણ થોડો ફેરફાર થતો હોય છે. સાઈટ અને સાઉન્ડ શો રાતના 8થી 9 યોજાય છે.

ચાલી ન શકે તેવા લોકો માટે ખાસ વ્યવસ્તા

સોમનાથ મહાદેવના દર્શને આવતા ચાલી ન શકે તેવા વ્યક્તિ અને સિનિયર સિટીઝન માટે વ્હિલ ચેર અને ગોલ્ફ કાર્ડની વ્યવસ્થા મંદિર પરિષરમાં ઉપલબ્ધ રહે છે.

સોમનાથ મંદિરની નજીકના જોવાલાયક સ્થળો

સોમનાથ મંદિરના મુખ્ય દ્વાર પરથી તિર્થ દર્શન બસની સુવિધા છે. જે નજીકના સ્થળો પર લઈ જાય છે. જેનો સમય સવારે 8.30 વાગ્યે અને બપોર પછી 3.30 વાગ્યાનો છે. આપ મંદિર પરિષરમાં આ અંગે વધુ માહિતી મેળવી શકો છો.

ઓનલાઈન દર્શનની સુવિધા  

સોમનાથ મંદિરની www.somnath.org વેબસાઈટ પર ઓનલાઈન દર્શન કરી શકો છો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો