Drishti IAS coaching center: જાણો વિકાસ દિવ્યકીર્તિનું કોચિંગ સેન્ટર દ્રષ્ટિ IAS કેમ સીલ કરવામાં આવ્યું?

0
252

Drishti IAS coaching center: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મુખર્જી નગરમાં સ્થિત દ્રષ્ટિ IAS ના ભોંયરાને પણ સીલ કરી દીધું. આ કોચિંગ સેન્ટર વિકાસ દિવ્યકીર્તિ દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ (Vikas Divyakirti) ઈન્ટરનેટથી લઈને સમગ્ર IAS વિશ્વમાં પ્રખ્યાત અને જાણીતા વ્યક્તિ છે.

Drishti IAS coaching center: જાણો વિકાસ દિવ્યકીર્તિનું કોચિંગ સેન્ટર દ્રષ્ટિ IAS કેમ સીલ કરવામાં આવ્યું?
Drishti IAS coaching center: જાણો વિકાસ દિવ્યકીર્તિનું કોચિંગ સેન્ટર દ્રષ્ટિ IAS કેમ સીલ કરવામાં આવ્યું?

રાઉ કોચિંગ સેન્ટરના IAS સ્ટડી સર્કલના પૂરથી ભરાયેલા ભોંયરામાં ડૂબી જવાથી 3 વિદ્યાર્થીઓના મોત બાદ MCD દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના મોત બાદ સમગ્ર રાજેન્દ્ર નગરમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સહિત તમામ કોચિંગ સંસ્થાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં UPSC ઉમેદવારો પણ દિલ્હીમાં દ્રષ્ટિ (Drishti IAS coaching center) IAS બિલ્ડિંગ ની બહાર વિરોધ કરતા જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીઓએ જૂના રાજેન્દ્રનગરમાં એક ડઝન કોચિંગ સેન્ટરો દ્વારા અભ્યાસ કેન્દ્ર અને પુસ્તકાલય તરીકે ભોંયરાના ગેરકાયદેસર ઉપયોગ અંગે ફરિયાદ કરી હતી. તેમણે મોટી દુર્ઘટના થવાની સંભાવના અંગે ચેતવણી આપી હતી. એમસીડીને 3 અલગ-અલગ પ્રસંગોએ જાણ કરવા છતાં, તંત્ર દ્વારા સમયસર પગલાં લીધાં ન હતા અને આ મોટી ઘટના પ્રકાશમાં આવી હતી.

Drishti IAS coaching center: 20 કોચિંગ સેન્ટરોને સીલ

27 જુલાઈના રોજ 3 UPSC ઉમેદવારોના મૃત્યુ પછી જ MCD એ કાર્યવાહી કરી હતી અને નિયમોના ઉલ્લંઘન બદલ 20 કોચિંગ સેન્ટરોને સીલ કરી દીધા હતા જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે બેઝમેન્ટ્સનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે વિકાસ દિવ્ય કીર્તિની દ્રષ્ટિ IAS (Drishti IAS coaching center)નું ભોંયરું પણ સીલ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો