ManuBhakar : ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો, મનુ ભાકરે જીત્યો વધુ એક બ્રોન્ઝ મેડલ  

0
202
ManuBhakar
ManuBhakar

ManuBhakar : શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું હતું, 

ManuBhakar

ManuBhakar :  પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ 5 રમતોમાં ભાગ લેશે. જેમાં શૂટિંગ, હોકી, તીરંદાજી, બેડમિન્ટન અને બોક્સિંગનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મનુ ભાકર અગાઉ 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી.

ManuBhakar

ManuBhakar :  હરિયાણાની આ 22 વર્ષીય ખેલાડીએ ઇતિહાસ રચી દીધો છે. મનુ ભાકરે આ ઇવેન્ટમાં પણ ખૂબ જ ધીરજ રાખી હતી અને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સતત પ્રભુત્વસભર રમત બતાવી હતી.

ManuBhakar : આજે ભારત બીજી કઈ રમતો રમશે

1 ) ભારતીય ટીમ મેન્સ હોકીના પૂલ Bમાં આયર્લેન્ડના પડકારનો સામનો કરશે. સાંજે 4:45 કલાકે રમાનારી આ મેચમાં ભારતીય ટીમ આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો મેચ રમીને આવી રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું.

૨ ) ભારતીય તીરંદાજો પુરૂષ અને મહિલા વ્યક્તિગત કેટેગરીમાં રાઉન્ડ ઓફ 32 મેચ રમશે. પુરૂષોમાં યુવા ધીરજ બોમ્માદેવરા એક્શનમાં હશે જ્યારે મહિલાઓમાં અંકિતા ભકત અને ભજન કૌર એક્શનમાં હશે.

૩) ભારતીય જોડી બેડમિન્ટનમાં પુરૂષો અને મહિલાઓની કેટેગરીમાં ગ્રૂપ સ્ટેજની મેચ રમશે. પુરૂષોમાં, સાત્વિક-ચિરાગની જોડી ઈન્ડોનેશિયાના આલ્ફિયાન ફજર-મોહમ્મદ રાન આર્ડિંટો સામે રમશે, જોકે આ મુકાબલો ગ્રૂપનું ટોચનું સ્થાન હાંસલ કરવા માટે હશે,

4) બોક્સિંગમાં આજે 3 ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. પુરુષોની 51 કિગ્રા વજન વર્ગમાં અમિત પંઘાલનો રાઉન્ડ ઓફ 16 બાઉટ ઝિમ્બાબ્વેના પેટ્રિક ચિનયેમ્બા સામે થશે. મહિલાઓમાં પ્રીતિ પવાર પ્રી-ક્વાર્ટર ફાઈનલ રમશે અને જાસ્મીન રાઉન્ડ ઓફ 32 મેચ રમશે

5 ) મનિકા બત્રાએ સોમવારે મોડી રાત્રે રમાયેલી રાઉન્ડ ઑફ 32 મેચમાં ફ્રાન્સની પ્રિતિકા પાવડેને હરાવીને પેરિસ ઓલિમ્પિક ટેબલ ટેનિસ વુમન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મનિકા ઓલિમ્પિકની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો