GUJARAT RAIN :   આ 4 જિલ્લાઓને હજુ ઘમરોળશે મેઘરાજા, જાણો ગુજરાતના જીલ્લાઓની આજની સ્થિતિ  

0
227
GUJARAT RAIN
GUJARAT RAIN

GUJARAT RAIN :  ગુજરાત રાજ્યને મેઘરાજાએ બાનમાં લીધું છે, અત્ર તત્ર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણમાં સુરત હોય ,, મધ્યમાં વડોદરા હોય , સૌરાષ્ટ્રમાં અમરેલી કે ઉત્તરમાં બનાસકાંઠા હોય મેઘરાજાએ કોઈને છોડ્યા નથી, સતત 5 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, અને હજુ પણ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવિ છે.

GUJARAT RAIN

ગુજરાતમાં  હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ  વરસી રહ્યો છે. હવામાન વિભાગની  આગાહી (forecast) મુજબ  28 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં છુટછવાયો વરસાદ વરસશે. આજે હવામાન વિભાગે  4 જિલ્લામાં ભારે વરસાદની  આગાહી કરી છે.

GUJARAT RAIN

હવામાન વિભાગની (Meteorological Department )આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું  અનુમાન છે.    ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે.

ત્યારે આજના વરસાદની નજર કરીએ તો …

GUJARAT RAIN :   મોરબી : ફૂલકી કોઝવેના પાણીમાં તણાયો યુવાન

મોરબી માળિયા રાજપર કુંતાસી ગામે એક યુવાન ફૂલકી કોઝવેના પાણીમાં તણાયો. મળતા અહેવાલ મુજબ રામજી નામનો યુવાન કોઝ્વે માં તણાયો હોવાની માહિતી મળી રહી છે. હાલ સ્થાનિકો અને ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે .

GUJARAT RAIN :   નર્મદા : કરજણ ડેમના 4 દરવાજા ખોલાયા

નર્મદા જિલ્લામાં બુધવારના રોજ સૌથી વધુ તિલકવાડા તાલુકામાં 93 મીલી મીટર વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી 115.25 મીટર છે. ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર બુધવારના રોજ પરિસ્થિતિએ આ ડેમની સપાટી 108.05 મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે બુધવારના રોજ સવારે આ ડેમના બે અને ત્યારબાદ વધુ બે ગેટ એમ કુલ 4 ગેટ ખોલીને કરજણ નદીમાં અંદાજિત 50 હજાર  ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે

GUJARAT RAIN :   દ્વારકા : એન.ડી.આર.એફનું રેસ્ક્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. દ્વારકામાં ધોધમાર વરસાદને કારણે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે, NDRFની ટીમે સ્થાનિકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્વામાં આવ્યા છે. એન.ડી.આર.એફ.ના જવાનો દ્વારા તમામને લાઈફ સેવિંગ જેકેટ પહેરાવી, બોટમાં બેસાડીને સુરક્ષિત રીતે આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.

GUJARAT RAIN :   હિંમતનગરમાં દીવાલ ધરાશાયી થતા ૨ ના મોત

GUJARAT RAIN

સાબરકાંઠાના હિંમતનગર જિલ્લામાં ધોધમાર  વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર શહેરમાં  ગઇકાલ સાંજથી વરસાદ વરસી રહ્યો છે.  6 થી 8 કલાક દરમિયાન 2 ઇંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. હિંમતનગરના રાજપુર પાસે દીવાલ પડતા માતા-પુત્રનું કમકમાટી ભર્યુ  મોત નિપજ્યું છે. રાત્રી દરમિયાન કાચા મકાનની દીવાલ પડતા માતા-પુત્ર દબાઈ ગયા હતા. બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે  ગાંભોઈ સરકારી દવાખાને લઇ જવાયા હતા.

અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની (monsoon) સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે.  ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે. 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25 છે.  50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 છે. તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો