Nita Ambani: જ્યારે નીતા અંબાણીએ સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું ત્યારે તેમનો આ પહેલો પગાર હતો

0
646
Nita Ambani: જ્યારે નીતા અંબાણીએ સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું ત્યારે તેમનો આ પહેલો પગાર હતો
Nita Ambani: જ્યારે નીતા અંબાણીએ સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું ત્યારે તેમનો આ પહેલો પગાર હતો

Nita Ambani first salary : નીતા અંબાણીના લગ્ન મુકેશ અંબાણીની ગણના વર્લ્ડ રીચેસ્ટ કપલમાં થાય છે, થોડા સામે પહેલા જ અંનત અને રાધિકાના લગ્નના જાકમજોળે સૌની આંખો આંજી નાખી. ત્યારે અંબાણી પરિવારના ‘હોમ મિનિસ્ટર’ એટલે કે Nita Ambani એ આ લગ્નમાં પોતાની સાદગી અને પ્રેમાળ સ્વભાવના કારણે ચોતરફ વાહવાહી મેળવી. નીતા અંબાણી – $116.1 બિલિયન (આશરે રૂ. 9.6 લાખ કરોડ) ની નેટવર્થ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિની સાથે સાથે એક સ્થાપિત ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ પણ છે.

Nita Ambani: જ્યારે નીતા અંબાણીએ સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું ત્યારે તેમનો આ પહેલો પગાર હતો
Nita Ambani: જ્યારે નીતા અંબાણીએ સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું ત્યારે તેમનો આ પહેલો પગાર હતો

રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનવાથી લઈને IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સની માલિકી અને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) શરૂ કરવા સુધી, નીતા અંબાણી (Nita Ambani)એ વર્ષો દરમિયાન ઘણી પ્રોફેશનલ સિદ્ધિઓ હાંસલ કરી છે. જો કે, અંબાણી પરિવારનો ભાગ બનતા પહેલા, નીતા મુંબઈના એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારની હતા  અને એક સામાન્ય શાળાની શિક્ષિકા હતા…

મુકેશ અંબાણી સાથે લગ્ન કરતા પહેલા નીતા અંબાણીનો પગાર કેટલો હતો? (Nita Ambani’s salary before marrying Mukesh Ambani?)

Nita Ambani first salary as a school teacher
Nita Ambani first salary as a school teacher

મુકેશ અંબાણી સાથે લગ્ન કરતા પહેલા નીતા અંબાણીની સનફ્લાવર નર્સરી (Sunflower Nursery) માં સ્કૂલ ટીચર તરીકે પ્રથમ પગાર 800 રૂપિયા હતો. સિમી ગ્રેવાલ સાથે રેન્ડેઝવસ પર અંબાણી પરિવારના ઇન્ટેરવ્યૂ દરમિયાન, નીતા (Nita Ambani) એ શિક્ષણ પ્રોફેશનમાં તેની પ્રથમ નોકરી વિશે વાત કરી: Nita Ambani એ જણાવ્યું કે તેઓ એક ખાનગી શાળા સનફ્લાવર નર્સરીમાં ટીચર હતા, અને દર મહિને તેમને 800 રૂપિયાનો પગાર મળતો .

ઇન્ટેરવ્યુંમાં જ મુકેશ અંબાણીએ કટાક્ષ કર્યો, “અને તે આખો પગાર મારો હતો..” નીતાએ એ પણ જણાવ્યું કે તે સમયે લોકો આ માટે તેની મજાક ઉડાવતા હતા, જો કે બાળકોને ભણાવવાથી તેને ઘણો સંતોષ મળતો હતો.

Nita Ambani: જ્યારે નીતા અંબાણીએ સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું ત્યારે તેમનો આ પહેલો પગાર હતો
Nita Ambani

રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ફ્રેન્ડશીપ બાદ 1985માં લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણી સાથેના લગ્ન પછી પણ, નીતા અંબાણીએ ઘણા વર્ષો સુધી શિક્ષિકા તરીકે કામ કર્યું, જે રિલાયન્સના ચેરમેન સાથે લગ્ન કરતા પહેલા એક પૂર્વશરત હતી. તેમણે નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિકસ (Narsee Monjee College of Commerce and Economics) માંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

Nita Ambani first salary as a school teacher
Nita Ambani first salary as a school teacher

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે નીતા અંબાણીએ કેટલી કમાણી કરી?

2014માં રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (BoD)માં નિયુક્ત નીતા અંબાણી, તેમના અને મુકેશ અંબાણીના બાળકો ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી કંપનીના બોર્ડમાં જોડાયા પછી તેમણે ઓગસ્ટ 2023 માં ડિરેક્ટર પદ છોડી દીધું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલ 2022-2023 મુજબ, નીતા અંબાણીએ રૂ. 6 લાખની સિટિંગ ફી અને રૂ. 2 કરોડનું નફા આધારિત કમિશન મેળવ્યું હતું. રિપોર્ટ અનુસાર, મુકેશ અને નીતા અંબાણીના બાળકોને ડિરેક્ટર તરીકે પગાર નહીં મળે. જો કે, તેમને તેમની માતા જેવી જ સુવિધાઓ મળશે. નીતા અંબાણી (Nita Ambani) રિલાયન્સની બોર્ડ મીટિંગમાં કાયમી આમંત્રિત તરીકે હાજરી આપવાનું ચાલુ રાખશે, જે મુકેશ અંબાણી અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અન્ય કોઈને નથી મળતી.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરજો. વધુ આર્ટિકલ માટે વાંચતા રહો વીઆર લાઈવ. તમારો અભિપ્રાય અમારા માટે મહત્વપૂર્ણ છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો