KATHUA : ભારતીય સેના પોતાના પાંચ સાથીઓના બલિદાનનો બદલો લેવા માટે કઠુઆ જિલ્લાના બિલવરના બડનોટામાં સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચલાવી રહી છે. બીજીબાજુ ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી આરઆર સ્વેન, પંજાબના ડીજીપી અને સેના અને ગુપ્તચર એજન્સીઓના ટોચના અધિકારીઓએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી રહ્યા છે,
એજન્સીઓ પોતાની વચ્ચે તાલમેલ મજબૂત કરવા માટે આ બેઠક યોજી રહી છે. બેઠકમાં આતંકવાદી હુમલા રોકવા અને અમરનાથ યાત્રાની સુરક્ષા પર ચર્ચા થશે. આ બેઠક બાદ ગૃહ અને સંરક્ષણ મંત્રાલયને રિપોર્ટ મોકલવામાં આવશે.
KATHUA : સુરક્ષાદળો આકરાપાણીએ
બીજી તરફ પોલીસે ટ્રેક્ટર ચાલક સહિત 23 શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. સર્જિકલ ઓપરેશન માટે સેનાના પેરા કમાન્ડોને જંગલમાં તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર અને ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે.
આ પહેલા બુધવારે વેસ્ટર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર ખટ્યાર પણ મચ્છેડી પહોંચ્યા હતા અને ઘટના સ્થળ અને ઓપરેશનની સમીક્ષા કરી હતી. આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોએ બુધવારે ત્રીજા દિવસે પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ખરાબ હવામાન અને ભૌગોલિક પડકારો હોવા છતાં સુરક્ષા દળોએ આતંકીઓને શોધવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
KATHUA : વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર કઠુઆની સાથે ઉધમપુર અને ડોડા જિલ્લાની સરહદે આવેલા જંગલોમાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે હુમલાના સમયે સૈન્ય કાફલાથી આગળ જઈ રહેલા ટ્રેક્ટર-ટ્રોલી ડ્રાઈવરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
KATHUA : તમને જણાવી દઈએ કે બદનોટામાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલા બાદ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આ સાથે ડોડામાં એન્કાઉન્ટર બાદ બીજા દિવસે પણ ગાઢ જંગલોમાં સર્ચ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો