Gujarat High court : રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂર અને અને કુદરતી હોનારતના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો છે.

Gujarat High court : ગુજરાતમાં વર્ષ 2017 અને 2018માં પડેલા ભારે વરસાદને પગલે, ખેડૂતોને થયેલા કૃષિક્ષેત્રના નુકસાન અંગે સરકારે ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરાવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નહીં હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથોસાથ સરકારના રિપોર્ટને અરજદારો પૂરતો નકારી કાઢી અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે, રાજ્ય સરકારને આદેશ કર્યો છે.

Gujarat High court : આગામી 26 જુલાઈના રોજ સુનાવણી

Gujarat High court : ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે. આગામી બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આગામી સુનાવણી 26 જુલાઇએ હાથ ધરાશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો