NEET EXAM : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિઝ (NBEMS) દ્વારા NEET PGની નવી પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ આયોજિત કરાશે.

NEET EXAM : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-PG પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષાની તારીખ 11 ઓગસ્ટ નક્કી કરી છે. એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષા 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે.

NEET EXAM : નોંધનીય બાબત છે કે NEET-PG પરીક્ષા, 23 જૂને સુનિશ્ચિત કરવામાં આવી હતી, તે UG પરીક્ષાના લીક થયેલા પેપરો સહિતની કથિત અનિયમિતતાઓના વિવાદ વચ્ચે શરૂ થવાની હતી તેના કલાકો પહેલા મુલતવી રાખવામાં આવી હતી.
NEET EXAM : NBE એ જાહેર કરી નોટીશ

NEET EXAM : અગાઉ, NBE એ એક નોટિસ જારી કરી હતી જેમાં ઉમેદવારોને અનૈતિક એજન્ટો/વચેટિયાઓ દ્વારા ગેરમાર્ગે ન આવવાની સલાહ આપવામાં આવી હતી જેઓ નકલી ઈમેલ/SMS અથવા બનાવટી દસ્તાવેજો અથવા સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ રીતે મદદ કરવાના ખોટા દાવા કરે છે. NBEMS દ્વારા લેવામાં આવતી કોઈપણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા અંગે ઉમેદવારોને NBEMS કોઈપણ ઈમેલ કે SMS મોકલતું નથી. કૃપા કરીને NBEMS વેબસાઇટ અથવા ઇમેઇલ પર અપડેટ દ્વારા NBEMS ના નામે SMS દ્વારા પ્રાપ્ત માહિતી તપાસો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો