
Wankhede Stadium: ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને ટીમ ઈન્ડિયાને સ્વદેશ પરત ફરતી જોઈને ઈન્દ્રદેવ પ્રશંસકો સાથે ખુશ દેખાઈ રહ્યા હતા. જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું, ત્યારે ઈન્દ્રદેવે દસ્તક આપી અને બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

ભારતીય ટીમના દેશમાં પરત ફર્યા બાદ લગભગ 16 કલાક સુધી ઉજવણી કરવામાં આવી હતી. ટીમ પહેલા દિલ્હી પહોંચી જ્યાં તેઓ પીએમ મોદીને મળ્યા, ત્યારબાદ ખેલાડીઓએ મુંબઈમાં ફેન્સ સાથે આ જીતની ઉજવણી કરી. મુંબઈમાં ઉજવાયેલા આ સેલિબ્રેશનના ઘણા વીડિયો સામે આવ્યા છે, આ સેલિબ્રેશનો એક વીડિયો સામે આવ્યો છે જેણે દરેકનું દિલ જીતી લીધું છે. ચાહકો કહી રહ્યા છે કે ઈન્દ્રદેવ પણ ભારતની આ જીતથી ઘણા ખુશ છે.
Wankhede Stadium: વાનખેડે સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત સમયે અદ્દભૂત નજરો
ટીમ પહેલા દિલ્હી પહોંચી જ્યાં તેઓ પીએમ મોદીને મળ્યા, ત્યારબાદ ખેલાડીઓએ મુંબઈમાં ફેન્સ સાથે આ જીતની ઉજવણી કરી. મુંબઈમાં ઉજવાયેલા આ સેલિબ્રેશનના ઘણા વીડિયો સામે આવ્યા છે, પરંતુ આ એક વીડિયો જેને સૌને ભાવૂક કર્યા છે અને દરેકનું દિલ જીતી લીધું છે. ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને ટીમ ઈન્ડિયાને સ્વદેશ પરત ફરતી જોઈને ઈન્દ્રદેવ પ્રશંસકો સાથે ખુશ દેખાઈ રહ્યા હતા. જ્યારે વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું, ત્યારે ઈન્દ્રદેવે દસ્તક આપી અને બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ દ્રશ્ય જોઈને વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ટીમના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હકીકતમાં, વિજય પરેડ પછી, જ્યારે ભારતીય ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) પહોંચ્યા, ત્યારે તેઓએ તમામ ટ્રોફીની સાથે રાષ્ટ્રગીત ગાયું. રાષ્ટ્રગીત પૂરું થતાં સુધીમાં ભગવાન ઈન્દ્ર પ્રસન્ન થઈ ગયા અને મેદાનમાં હળવો વરસાદ શરૂ થયો. આ દ્રશ્ય જોઈને વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ટીમના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે પણ જુઓ-
તમને જણાવી દઈએ કે, 29 જૂને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. ચાહકો ખેલાડીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 4 જુલાઈ ગુરુવારે ભારતીય ખેલાડીઓની ફ્લાઈટ ભારતમાં લેન્ડ થતાં જ આખો દેશ ઉજવણીમાં ઊતરી ગયો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો