RAJKOT BANDH : આવતીકાલે રાજકોટ TRP ગેમઝોન આગકાંડની પહેલી માસિક તિથી, કોંગ્રેસે આપ્યું રાજકોટ બંધનું એલાન  

0
278
RAJKOT BANDH
RAJKOT BANDH

RAJKOT BANDH : રાજકોટ શહેરના નાનામવા નજીક આવેલા ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે ઘટનાને એક મહિનો થવા આવ્યો છે. છતાં હજુ પીડિતોના આંસુ સુકાયા નથી. ન્યાય મેળવવા ઝંખી રહ્યા છે. ત્યારે 25મી જૂનના રોજ આ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે.

RAJKOT BANDH

RAJKOT BANDH :  રાજકોટ આગકાંડના આરોપીઓને જલ્દી સજા મળે અને તેની ન્યાયિક તપાસ થાય તેની દરેક પીડિત પરિવાર રાહ જોઇને બેઠું છે, અને હવે આ પીડિતોની સાથે ગુજરાત કોંગ્રેસ આવ્યું છે, રાજકોટ આગકાંડને 25 જુને એક માસ પૂરો થઇ રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી.

RAJKOT BANDH : રાજકોટના લોકોને કરી અપીલ

 કોંગ્રેસ સેવાદળ અને અન્ય સંગઠનોના વડાઓ છેલ્લા 25 દિવસથી રાજકોટમાં ફરી રહ્યા છે. વેપારીઓ, સામાન્ય લોકો અને પીડિતોને મળી રહ્યા છે. સોમવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે, “રાજકોટના અગ્નિ કાંડમાં મૃત્યુ પામનાર લોકોને ન્યાય મળે અને નાની માછલીઓ નહીં પણ આ કાંડમાં સંડોવાયેલા મોટા નેતાઓ – મગરમચ્છો સામે પગલાં લેવાય તે જરૂરી છે. મોટાં માથાંની ધરપકડ થાય તેવી માગણી સાથે માનવતાની દષ્ટિએ રાજકોટ બંધનું મંગળવારના રોજ એલાન આપ્યું છે. રાજકોટના લોકોને અમારી અપીલ છે કે માનવતાના નાતે એક દિવસ વેપાર ધંધા બંધ રાખીને પીડિત પરિવારોને પડખે ઊભા રહે.

RAJKOT BANDH

RAJKOT BANDH :  શક્તિસિંહ ગોહિલે એવો આક્ષેપ કર્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સંસદીય રાજકીય કારકિર્દી રાજકોટથી શરૂ કરી છે. ત્યારે રાજકોટમાં આવી ભયંકર આગની ઘટનામાં 27 લોકો મોતને ભેટ્યા છે. છતાં વડાપ્રધાન રાજકોટમાં આ દુર્ઘટનાના પીડિત પરિવારોના આંસુ લુછવા આવ્યા નથી. જ્યારે કોંગ્રેસના લીડર રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે ઓનલાઇન વાત કરીને કોંગ્રેસ ન્યાય અપાવવા પૂરી મદદ કરશે તેવી ખાતરી આપી છે.”

RAJKOT BANDH :  કોંગ્રેસ નેતાઓ બંધને સફળ બનાવવા મેદાને

RAJKOT BANDH

રાજકોટમાં બંધના એલાનને સફળ બનાવવા આગેવાનો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, પરેશ ધાનાણી, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ રાજકોટ પહોંચ્યા છે. અને લોકો સાથે અને કાર્યકરો સાથે બેઠકો કરી રહ્યા છે. નોંધનીય છે કે અત્યાર સુધી સરકારે આ ઘટનામાં તપાસ સમિતિની રચના કરી છે અને 15 જેટલા આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.     

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો