Amarnath Yatra: પવિત્ર અમરનાથ ગુફામાં શિવલિંગની પ્રથમ પૂજાનું આયોજન, 29 જૂનથી શરૂ થશે પવિત્ર યાત્રા

0
282
Amarnath Yatra: પવિત્ર અમરનાથ ગુફામાં શિવલિંગની પ્રથમ પૂજાનું આયોજન, 29 જૂનથી શરૂ થશે પવિત્ર યાત્રા
Amarnath Yatra: પવિત્ર અમરનાથ ગુફામાં શિવલિંગની પ્રથમ પૂજાનું આયોજન, 29 જૂનથી શરૂ થશે પવિત્ર યાત્રા

Amarnath Yatra: આ વર્ષે, જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ ધામની પવિત્ર ગુફાના દર્શન માટે વાર્ષિક તીર્થયાત્રા 29 જૂનથી શરૂ થશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્ષિક અમરનાથ યાત્રાની ઔપચારિક શરૂઆત નિમિત્તે આયોજિત ‘પ્રથમ પૂજા’માં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાના શુભ અવસર પર પવિત્ર ગુફામાં ‘પ્રથમ પૂજા’નું આયોજન કરે છે.  

Amarnath Yatra: અમરનાથ ગુફામાં કુદરતી બરફથી બનેલું શિવલિંગ પૂર્ણ

Amarnath Yatra
Amarnath Yatra

અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) અનુસાર આ વખતે અમરનાથ યાત્રા 29 જૂન 2024થી શરૂ થશે, જે 19 ઓગસ્ટ 2024 સુધી ચાલશે. એટલે કે આ વખતે અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાન અને કુદરતી આફતોનો સામનો કરવા માટે યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરની પ્રખ્યાત અમરનાથ ગુફામાંથી બાબા બર્ફાનીની પહેલી તસવીર શનિવારે સામે આવી હતી. ગુફામાં કુદરતી બરફથી બનેલું શિવલિંગ પૂર્ણ થઈ ગયું છે અને 22 જૂને બાબા બર્ફાનીની પ્રથમ પૂજા કરવામાં આવી, જેમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ રાજભવનથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તમને જણાવી દઈએ કે પવિત્ર અમરનાથ ગુફામાં  લેફ્ટનન્ટ ગવર્નર કે ગવર્નર દ્વારા શિવલિંગની પ્રથમ પૂજા કરવાની પરંપરા છે.

મુસાફરોના ભોજન અને આરોગ્ય પર વિશેષ ધ્યાન

2 101
Amarnath Yatra

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે, શ્રદ્ધાળુઓ બેંક, વેબસાઇટ, એપ્લિકેશન દ્વારા અથવા અમરનાથ પહોંચીને નોંધણી કરાવી શકે છે. આ વખતે અમરનાથ યાત્રીઓને વિશેષ સુવિધા મળશે. પવિત્ર અમરનાથ ગુફાના માર્ગ પર રસ્તાઓ અને મુસાફરોના ભોજન અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. રસ્તાઓ પરથી બરફ હટાવીને રસ્તા સાફ કરવામાં આવ્યા છે. ભક્તો આરામથી બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. રસ્તાને 14 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે, જે અગાઉ માત્ર 3 થી 4 ફૂટ પહોળો હતો.

ભક્તો માટે પ્રથમ વખત બંને રૂટ પર 5G નેટવર્ક સુવિધા શરૂ કરી છે. આ માટે આ રસ્તાઓ પર 10 મોબાઈલ ટાવર લગાવવામાં આવશે, જેથી લોકોને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ઉપરાંત 24 કલાક વીજળીની વિશેષ વ્યવસ્થા છે.

અત્રે ઉલ્લેખીય છે કે, અમરનાથ જતા યાત્રીઓની વાત કરીએ તો 2023માં લગભગ 4.50 લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા આવ્યા હતા. હવામાન અનુસાર, આ વખતે હિમવર્ષા 2023ના અંતમાં શરૂ થઈ હતી, જે અત્યાર સુધી ચાલુ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે 2024માં 6 લાખ શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો