Delhi weather : દેશમાં અત્યારે ઉત્તર ભારત અને એમાં પણ ખાસ કરીને યુપી, બિહાર, અને રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમી એટલી વિકરાળ બની છે કે છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, એક ખાનગી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ દિલ્હીમાં ગત થોડા દિવસમાં સ્મશાનઘાટમાં નોંધપાત્ર રીતે મૃતદેહોની સંખ્યા વધી છે, જે સામાન્ય રીતે કોરોના સમયમાં જોવા મળતા દ્રશ્યો ફરીવાર જોવા મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે,
Delhi weather : નિગમબોધ ઘાટ પર મૃતદેહોની કતારો જોવા મળી
દિલ્હી-એનસીઆરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ખાનગી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ ગરમીના કારણે સ્થિતિ એવી છે કે રાષ્ટ્રીય રાજધાનીના નિગમબોધ ઘાટ પર મૃતદેહોની કતારો જોવા મળી રહી છે. જેમાં વૃદ્ધોના મૃતદેહોની સંખ્યા વધુ છે. દિલ્હીના નિગમ બોધ ઘાટ પર ગઈકાલે રેકોર્ડ અંદાજીત ૯૦ થી વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘાટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી પછી આ એક નવો રેકોર્ડ છે. આજે પણ મૃતદેહોની કતારો જોવા મળી રહી છે.
Delhi weather : તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે રોજ કાશ્મીરી ગેટ સ્થિત નિગમબોધ ઘાટ પર 40 થી 50 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, જ્યારે કોરોના દરમિયાન આ સંખ્યા 100 થી વધુ થઈ ગઈ હતી. એપ્રિલ 2021માં એક દિવસ અહીં 107 મૃતદેહો આવ્યા હતા. હવે આકરી ગરમી પણ આવી જ પાયમાલી મચાવી રહી છે. નિગમ ઘાટના મેનેજર સુમન ગુપ્તાના જણાવ્યા અનુસાર તાજેતરના દિવસોમાં મૃતદેહોની સંખ્યામાં વધારો થયો છે અને ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધુ છે.
Delhi weather : ગીતા કોલોની સ્મશાનગૃહમાં પણ સંખ્યામાં વધારો
પૂર્વ દિલ્હીની ગીતા કોલોની સ્મશાન સમિતિના અધ્યક્ષ સંજય શર્માએ જણાવ્યું કે દરરોજ 7-8 મૃતદેહો આવે છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 13 મૃતદેહોના અંતિમ સંસ્કાર 18 જૂને કરવામાં આવ્યા હતા.અત્યાર સુધીમાં 19 જૂને (1 વાગ્યા પહેલા) 12 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દર વર્ષે દર મહિને 210-230 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
Delhi weather : ગાઝીપુર સ્મશાનગૃહમાં પણ અંતિમ સંસ્કારની સંખ્યામાં વધારો
પૂર્વ દિલ્હીના ગાઝીપુર સ્મશાનગૃહ સુધાર સમિતિના પ્રભારી સુનિલે કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં વધી રહેલી ગરમીને કારણે દરરોજ અંતિમ સંસ્કાર કરવામાં આવતા મૃતદેહોની સંખ્યા વધીને 15થી વધુ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં આ સંખ્યા 10-12ની વચ્ચે રહે છે. 18 જૂને સ્મશાનભૂમિમાં 25 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ મે અને જુલાઈ વચ્ચે દર મહિને 350થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Delhi weather : રાત્રિના સમયે ગરમી પણ રેકોર્ડ તોડી રહી છે
કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીમાં માત્ર દિવસની ગરમી જ નહીં પરંતુ રાતની ગરમી પણ રેકોર્ડ તોડી રહી છે. આ ક્રમમાં મંગળવારે લઘુત્તમ તાપમાને છ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ વિવિધ વિસ્તારોમાં તડકો અને ગરમીના મોજાને કારણે હીટ ઇન્ડેક્સ 51 પર જ રહ્યો હતો. એટલે કે 51 ડિગ્રી સેલ્સિયસની ગરમી અનુભવાઈ હતી.
મંગળવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 33.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી વધારે હતું. આ માત્ર આ સિઝન જ નહીં પરંતુ 13 જૂન, 2018 પછીના છ વર્ષમાં સૌથી વધુ છે, જ્યારે લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 44.0 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો