INDvsBAN : ICC T20 વર્લ્ડ કપ 2024નો અમેરિકામાં 1 લી જુને અને ભારતમાં 2 જુને પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વિશ્વકપ માટે ભારતની ટીમ પણ અમેરિકા પહોંચી ગઈ છે, આ વિશ્વકપ માટે ભારતનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ભારત એક પ્રેક્ટિસ મેચ રમશે, આવતીકાલે એટલે કે 1 જુને ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રેક્ટીસ મેચ રમાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એકમાત્ર વોર્મ-અપ મેચ 1 જૂન શનિવારના રોજ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. બંને ટીમો આ મેચમાં જીત સાથે વર્લ્ડ કપમાં પ્રવેશવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
INDvsBAN : ICC T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા ભારતનું નેતૃત્વ કરશે. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને સંજુ સેમસન જેવા શાનદાર બેટ્સમેન સાથે ભારતની ટીમ મજબૂત દેખાઈ રહી છે. બોલિંગ વિભાગની આગેવાની જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ કરશે. ટીમમાં અર્શદીપ સિંહ અન્ય ફાસ્ટ બોલર પણ છે. કુલચાની જોડી વર્લ્ડ કપમાં પાછી ફરી છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ 2019 ODI વર્લ્ડ કપ પછી પ્રથમ વખત વર્લ્ડ કપ ટીમમાં પાછા ફર્યા છે.
INDvsBAN : બાંગ્લાદેશનું નેતૃત્વ નઝમુલ હુસેન શાંતો કરશે, જેણે તાજેતરના સમયમાં શાનદાર બેટિંગ કરી છે. સૌમ્ય સરકાર, તૌહીદ હૃદય, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને લિટન દાસ બાંગ્લાદેશ ટીમના કેટલાક મુખ્ય ખેલાડીઓ છે.
INDvsBAN : કેવું રહેશે હવામાન ?
INDvsBAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1 જૂન શનિવારના રોજ ન્યૂયોર્ક સિટી, યુએસએમાં મેચ રમાશે. શનિવારે ન્યુયોર્કમાં તાપમાન દિવસ દરમિયાન 28 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 17 ડિગ્રી સેલ્સિયસ રહેશે. દિવસ દરમિયાન આકાશ સામાન્ય રીતે સ્વચ્છ અને રાત્રે આંશિક વાદળછાયું રહેશે. સવારે વરસાદની સંભાવના 1% છે અને રાત્રે ઘટીને 4% થઈ જશે. ભેજ 36% થી 54% સુધીની રહેશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો