Akhnoor : જમ્મુ કાશ્મીરમાં મોટો અકસ્માત, શ્રધાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 21 લોકોના મોત, 20 થી વધુ લોકો ઘાયલ    

0
330
Akhnoor
Akhnoor

Akhnoor :  જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના ઘટી છે.  પૂંછ વિસ્તારમાં જમ્મુ -પૂંછ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ અચાનક ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 21  લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 20થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Akhnoor

Akhnoor જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે (144A) પર અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખાઈમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લગભગ 40 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જેમાંથી 20ને જીએમસી જમ્મુમાં રીફર કરવામાં આવ્યા છે.

પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢીને અખનૂર ઉપજિલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

Akhnoor

Akhnoor :  બાબા ભોલેનાથના દર્શન માટે યાત્રિકો શિવઘોડી જઈ રહ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશ નંબર ધરાવતી આ બસ જમ્મુથી શિવખોડી ધામ જઈ રહી હતી. શિવખોડી ધામ રિયાસી જિલ્લાના પૌનીમાં આવેલું છે, જે કટરા ખાતે માતા વૈષ્ણો દેવી મંદિરથી માત્ર 80 કિલોમીટર દૂર છે. તે ભગવાન ભોલેનાથને સમર્પિત છે.

Akhnoor :  ધારદાર વળાંક પર સામેથી આવતી બસને કારણે બેલેન્સ ગુમાવ્યું હતું

Akhnoor

મળતી માહિતી મુજબ બસનો નંબર UP 86EC 4078 છે. આ બસ અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી હતી. આ તીક્ષ્ણ વળાંક પર સામેથી આવતી બસને કારણે અકસ્માત સર્જાતા બસના ચાલકે સંતુલન ગુમાવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો. બસ પડતાની સાથે જ ચીસો પડી હતી. આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. બસમાં 75થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે એસડીએમ અખનૂર લેખ રાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે. જમ્મુના એસએસપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો