દેશનું ખાઈ દેશને દગો આપનાર જાસુસ ઝડપાયો, પોરબંદર ફરીવાર થયું બદનામ  

0
288
GUJARAT ATS
GUJARAT ATS

GUJARAT ATS  : દેશમાં જ રહીને દેશનું જ ખાઈને પાકિસ્તાનને મદદ કરનારા જાસુસી તત્ત્વો મામલે પોરબંદર ફરી એકવાર બદનામ થયું છે. પોરબંદરમાંથી આજે ATSએ એક જાસુસને ઝડપી લીધો હતો. ISIS માટે કામ કરતા શખસને ઝડપી લેવામાં ATSને સફળતા મળી છે.પકડાયેલા જાસૂસ આરોપીને આજે સાંજના કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડની માગણી થશે. આરોપી શખસની પૂછપરછ સાથે વધુ શખસોના નામ પણ જાસુસી મામલે ખૂલે તેવી સંભાવના છે. આરોપીને આજે સાંજે કોર્ટમાં રજૂ કર્યા બાદ વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે.

GUJARAT ATS 

GUJARAT ATS  :  પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગાઉ પણ અનેક વખત પોરબંદરમાં રહીને પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી આપી રહેલા શખસો પકડાયા છે ત્યારે, વધુ એકવાર પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી ગુજરાતની એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડની ટીમે જતિન જીતેન્દ્ર ચારણીયા નામના જાસુસને પકડી લીધો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

GUJARAT ATS  :  ફેસબુકના માધ્યમથી પાકિસ્તાનના સંપર્કમાં આવ્યો

GUJARAT ATS 

 
GUJARAT ATS  :  ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર પી.બી દેસાઈનાઓને ગુપ્ત બાતમી મળી હતી કે, જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા (ઉં.વ. 21, રહે. સુભાષનગર, પોરબંદર) પોરબંદર દરીયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે. તે છેલ્લા ચારેક મહીનાથી Advika Prince નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા તેના વહાણોની માહિતી ફેસબુક મેસેન્જર, WhatsApp તથા Telegram જેવી ચેટ એપ્લીકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે. આમ કરીને તે દેશ વિરોધી પ્રવૃતિ કરી રહ્યો છે.

GUJARAT ATS  :  અવાર નવાર ચેટ કરી, મિત્રતા કેળવી, જતીન ચારણીયાનો વિશ્વાસ જીત્યો

GUJARAT ATS 


​​​​​​​​​​​​​​ GUJARAT ATS  :  આ બાબતે એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ અધિકારીઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર મૃણાલ શાહ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી. વી. રાઠોડ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. ડી. વાઢેરે ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઉપરોક્ત ઈસમને પૂછપરછ અર્થે એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે, તે જાન્યુઆરી 2024થી એક Advika Prince નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. Advika Prince ફેસબુક પ્રોફાઈલ ધારકે પોતે એક મહિલા હોવાનું જણાવી જતીન ચારણીયા પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહિતી મેળવી હતી. અવાર નવાર ચેટ કરી, મિત્રતા કેળવી, જતીન ચારણીયાનો વિશ્વાસ જીતી લીધો હતો.

હાલ આ જાસુસ સામે આઈપીસી કલમ 121 અને 120 હેઠળ એટીએસમાં કેસ નોંધવામાં આવ્યો છે. અને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો