SRK health : ભારતીય બોલીવુડ સ્ટાર અને kkr ટીમના માલિક શાહરૂખ ખાનને અમદાવાદની ગરમી માફક નથી આવી , ગતરોજ રમાયેલી kkr અને srhની મેચ બાદ શાહરૂખ ખાનની તબિયત બગડી હતી, જેને લઈને આજે બપોરે શાહરૂખ ખાનને અમદાવાદની ખાનગી કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે હાલ તબિયત સુધરતા કિંગખાનને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે.
SRK health : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરના એક વાગ્યે શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ કિંગ ખાનની તબિયત સુધારતા KD હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
SRK health : સોમવારે શાહરૂખ ખાન ITC નર્મદા હોટલ પહોંચ્યા હતા
અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થોડીવાર બાદ શાહરૂખ ખાન પણ હોટલ પર પહોંચ્યા હતા.
SRK health : ગતરોજ મંગળવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી કલકત્તા અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સનો વિજય થયો હતો, અને kkr સીધી iplની ફાઈનલમાં પ્રવેશી ગઈ છે, મેચ બાદ શાહરૂખ ખાને ફેંસનું અભિવાદન ઝીલવા સ્ટેડીયમમાં રાઉન્ડ પણ લગાવ્યો હતો, તમને જણાવી દઈએ કે ipl ની ફાઈનલ મેચ ચેન્નઈમાં રમાવાની છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો