Morbi news : મોરબી જિલ્લામાં ફરી એક વખત ત્રણ બાળકો ડૂબી જવાના કારણે મોતની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા જ તળાવમાં ડૂબી જવાના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા ત્યારે આજે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વર્ષામેડી ગામે આજે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
Morbi news : મોરબીમાં દિવસે ને દિવસે પાણીમાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે મચ્છુ નદીમાં સાત બાળકો ન્હાવા ગયા હતા. જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા તે ઘટનાને હજુ અઠવાડિયુ પણ નથી થયું ત્યાં માળિયા તાલુકાના વર્ષામેડી ગામે આજે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે.
Morbi news : મૃતકોના નામ
મેહુલભાઈ ભૂપતભાઇ મહાલિય (ઉ.વ.10)
શૈલેષભાઈ અમશીભાઈ ચાવડા (ઉ.વ.8)
ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.12)
Morbi news : મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ મોરબીમાં ત્રણ બાળકો ડૂબી જવાના કારણે મોત નીપજયા હતા આજે ફરી એક વખત મોટી દુર્ઘટના બની છે. જેમાં પણ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે મોરબી જિલ્લામાં ત્રણ દિવસમાં છ બાળકોના ડૂબી જવાના કારણે મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ….
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો