Vegetable Price: આ સિઝનની ગરમી પોતાના તમામ રેકોર્ડ તોડી રહી છે, ત્યારે ઉનાળાની અસહ્ય ગરમીમાં પડેલા માવઠાની સાથે જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે. છેલ્લા એક સપ્તાહથી ગરમી અને વાદળછાયા વાતાવરણ રહેતા શાકભાજીના ઉતારો ઘટી ગયો છે. છૂટકના વેપારીઓ પણ દોઢાથી બમણો ભાવ વસૂલતા હોય ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. લીલા શાકભાજી પણ મર્યાદિત આવતી હોય ખરીદવામાં ગૃહિણીઓ મૂંઝવણ અનુભવે છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ શાકભાજીના વિકલ્પમાં કઠોળ તરફ આકર્ષાય છે, ત્યારે કઠોળના ભાવમાં પણ ભડકો થયો છે. હવે પ્રશ્ન એ થાય છે કે સામાન્ય માણસ જમવામાં બનાવે તો શું બનાવે?
ખાણી-પીણીના ભાવોમાં આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કઠોળ, ખાદ્યતેલ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે.
Vegetable Price: ડુંગળીના ભાવ થયા ડબલ, બટાકાની કિંમતમાં ૩ ગણો વધારો
શાકભાજીના રાજા ગણાતા બટાટા તેમજ શાકભાજીની રાણી અને ગરીબોની કસ્તુરી ડુંગળીનો ભાવ પણ છેલ્લા ઘણાં સમયથી ઉંચકાયો છે. ગરીબોની કસ્તૂરી સામાન્ય દિવસોમાં 15 રૂપિયે કિલો મળતી હતી તે અત્યારે 40 રૂપિયો કિલો વેચાઈ રહી છે. જ્યારે બટાકા 15 રૂપિયે કિલો હતા તે અત્યારે 40 રૂપિયે કિલો વેચાય છે.
આમ ડુંગળી અને બટાકાના છેલ્લા સપ્તાહમાં જ કિલોએ રૂ પનો વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી કઠોળ, ખાદ્યતેલ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. ગૃહિણીઓએ જણાવ્યું હતું કે, મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. ઊલટાનું મોંઘવારી વધતી જાય છે.
Vegetable Price: લીલા શાકભાજીના ભાવ પણ આસમાને
લીલા શાકભાજીમાં પણ કિલોએ રૂ.25 સુધીનો વધારો થયો છે. જેમાં કારેલા રૂ.40 કિલો હતા તે અત્યારે રૂ.90 કિલો મળી રહ્યા છે. ફુલાવર રૂ.35 કિલો હતુ તે રૂ.80 કિલો અને કોબીઝ રૂ.40 કિલો હતી તે રૂ.70 કિલો મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની સીધી અસર વિવિધ શાકભાજીના ભાવ પર પડી છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ લીલા શાકભાજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો