IRANvsUSA : પહેલેથી જ ઈરાન અને અમેરિકાના વચ્ચે સંબંધો અત્યંત તણાવપૂર્ણ રહ્યા છે તેવા સમયે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તમાં મોત થઇ ચુક્યું છે. સમગ્ર ઘટના આકસ્મિક છે કે બીજું કઈ તે તો તપાસ બાદ સામે આવશે પરંતુ અમેરિકા અને ઇઝરાયેલ સાથેના ઈરાનના સબંધો આ ઘટના બાદ વધુ બગડે તેવી તજજ્ઞો માની રહ્યા છે.
IRANvsUSA : ઈરાન અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટ કોઈનાથી છુપી નથી. સમયાંતરે બંને દેશો વચ્ચે તણાવના સમાચારો સમગ્ર વિશ્વમાં હલચલ મચાવે છે. અમેરિકા સાથે ઈરાનની દુશ્મનીનું પ્રથમ બીજ 1953માં વાવવામાં આવ્યું હતું જ્યારે અમેરિકન ગુપ્તચર એજન્સી CIAએ બ્રિટન સાથે મળીને ઈરાનમાં બળવો કર્યો હતો. ચૂંટાયેલા વડા પ્રધાન મોહમ્મદ મોસાદ્દીકને ગાદી પરથી હટાવીને, અમેરિકાએ ઈરાનના શાહ રેઝા પહલવીને સત્તા સોંપી.
IRANvsUSA : 1980થી 1988 સુધી ઈરાન અને ઈરાક વચ્ચે આઠ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. 1980માં સદ્દામ હુસૈને ઈરાન પર હુમલો કર્યો. ઈરાન અને ઈરાક વચ્ચે આઠ વર્ષ સુધી લોહિયાળ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં અમેરિકા સદ્દામ હુસૈનની સાથે હતું. સોવિયેત સંઘે પણ સદ્દામ હુસૈનને મદદ કરી હતી.આ યુદ્ધ કરાર સાથે સમાપ્ત થયું. યુદ્ધમાં ઓછામાં ઓછા અડધા મિલિયન ઈરાનીઓ અને ઈરાકીઓ માર્યા ગયા હતા. આ એક વધુ ઘટના હતી જે બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સબંધો વધુ બગડ્યા,
IRANvsUSA : ટ્રમ્પ યુગમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ વધ્યો
IRANvsUSA : અમેરિકામાં નવી સરકારમાં હવે ટ્રમ્પ રાજ આવ્યું હતું. વહીવટીતંત્રે ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પે પણ દુનિયાના દેશોને ધમકી આપતા કહ્યું કે જે લોકો ઈરાન સાથે વેપાર કરે છે તેઓ અમેરિકા સાથે વ્યાપારી સંબંધો જાળવી શકશે નહીં. પરિણામ એ આવ્યું કે ઈરાન મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે ખુલ્લા મતભેદો વધ્યા. અમેરિકન એર સ્ટ્રાઈકમાં ઈરાની જનરલના મોત બાદ બંને દેશો વચ્ચેની દુશ્મની ફરી એકવાર નવા સ્તરે પહોંચી ગઈ છે.
અમેરિકી સ્ટ્રાઈક માં ઈરાની જનરલ કાસીમ સુલેમાન ના મોત બાદ બદલાની કાર્યવાહીમાં ઈરાને ઈરાકમાં અમેરિકી સૈનાના બે ઠેકાણા પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. આ અગે પ્રથમ પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે “બધુ ઠીક છે. (All is Well) હુમલાથી નુકસાન શું થયું તેની સમીક્ષા થઈ રહી છે. અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે.
IRANvsUSA : સતત વધી રહેલા સઘર્ષ વચ્ચે હવે વધુ એક ઘટના સામે આવી છે, જેને લઈને ફરીવાર અમેરિકા અને ઈરાન વચ્ચે સબંધો બગડી શકે છે, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. જેને લઈને આંતરરાષ્ટ્રીય ઘટનાઓના જાણકાર કહી રહ્યા છે કે આ ઘટના બાદ અમેરિકા અને ઈરાનના સબંધો વધુ વણસી શકે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો