RCBvsCSK : આખી IPL સીઝનનો આજે સૌથી મોટો મુકાબલો, પ્લેઓફમાં અંતિમ સ્થાન માટે આજે કિંગ કોહલી અને માહીની ટીમ ઉતરશે મેદાને   

0
354
RCBvsCSK
RCBvsCSK

RCBvsCSK :  IPL 2024માં પ્લેઓફ માટે ત્રણ ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે. શનિવાર એટલે કે આજે ચોથા નંબરની ટીમ માટે ક્વોલિફાય થવા ‘કરો અથવા મરો’ની મેચ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે આ મહામુકાબલો છે.

RCBvsCSK

RCBvsCSK : આજે આઈપીએલ 2024નો સૌથી મહત્ત્વનો મુકાબલો રમાવાનો છે. આજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી 68મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આમનેસામને હશે. આ મેચના પરિણામથી આઈપીએલ 2024ના પ્લેઓફની ચોથી ટીમ નક્કી થઈ જશે. આ મેચમાં જીતનારી ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવશે. ત્યારે બંને ટીમો આજે મજબૂત જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

RCBvsCSK : RCB કેવી રીતે આવી શકે છે પ્લેઓફમાં  ?

RCBvsCSK

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં જો ચેન્નાઈની ટીમ વિજેતા થશે તો તેઓ પ્લેઓફમાં સ્થાન મેળવશે. જ્યારે આરસીબીએ મેચ જીતવાની સાથે રનરેટ પર પણ ધ્યાન આપવું પડશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આરસીબીની ટીમે પ્રથમ બેટિંગ કરવાના કિસ્સામાં (જો 200 રનનો ટાર્ગેટ હોય તો) સીએસકેને ઓછામાં ઓછા 18 રનના માર્જિનથી હરાવવું પડશે. આરસીબીની ટીમે બીજી બેટિંગ કરવાના કિસ્સામાં (જો 201 રનનો ટાર્ગેટ હોય તો) 18.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરવો પડશે. તો જ તેઓ સીએસકેના રનરેટથી આગળ જઈ શકશે.

RCBvsCSK : આરસીબીએ જોરદાર વાપસી કરી છે

RCBvsCSK

RCB અત્યારે શાનદાર ફોર્મમાં છે. છ મેચની હારનો સિલસિલો તોડ્યા બાદ તેણે સતત પાંચ જીત નોંધાવી છે. ઓરેન્જ કેપ ધારક વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે છેલ્લી પાંચમાંથી ત્રણ મેચમાં અડધી સદી ફટકારી છે. સુકાની ફાફ ડુ પ્લેસિસ પાસેથી સારી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવશે, જે છેલ્લી બે મેચમાં ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો. રજત પાટીદાર અને કેમરન ગ્રીન મિડલ ઓર્ડરમાં સારું રમી રહ્યા છે. મહિપાલ લોમરોર અને દિનેશ કાર્તિક પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચનો લાભ લેવા ઈચ્છશે,  

RCBvsCSK : આરસીબી સામે ઋતુરાજનો પડકાર  

RCBvsCSK

કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ સિઝનમાં ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવ્યા છે અને તે આ લય જાળવી રાખશે તેવી અપેક્ષા છે. ઓપનર રચિન રવિન્દ્રએ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી છે. છેલ્લી ચાર ઇનિંગ્સમાં નિષ્ફળ ગયેલા શિવમ દુબે પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે. બોલિંગમાં ફાસ્ટ બોલર સિમરજીત સિંહ અને તુષાર દેશપાંડેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમમાં મુસ્તફિઝુર રહેમાન, મથિશા પથિરાના અને દીપક ચહરની ખોટ વર્તાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી ચેન્નાઈ માટે પ્રેરણારૂપ છે પરંતુ તે ઈજા વચ્ચે કેટલું યોગદાન આપી શકે છે તે જોવું રહ્યું.

RCBvsCSK : વરસાદને કારણે મેચ ધોવાઈ તો…

RCBvsCSK


આ મેચ પર હવામાનની અસર થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે શનિવારે (18 મે) વરસાદની આગાહી કરી છે. જો મેચ નહીં થાય તો ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી જશે. એ જ સમયે પ્લેઓફમાં પહોંચવા માટે RCBને ઓછામાં ઓછા 18 રનથી અથવા 11 બોલ બાકી રહેતાં જીતવી પડશે. વધુ સારી નેટ-રનરેટ અને વધુ પોઈન્ટ (13 પોઈન્ટ અને 0.528 રનરેટ)ને કારણે ચેન્નઈનો દાવો મજબૂત છે. આરસીબીના 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.387 છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો