HomeBreaking NewsSwatiMaliwal : સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ સાથે બદસલૂકીનો કથિત વિડીયો આવ્યો સામે,...

SwatiMaliwal : સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ સાથે બદસલૂકીનો કથિત વિડીયો આવ્યો સામે, જોવો video  

SwatiMaliwal :  આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના કેસમાં 13 મેની ઘટનાનો પહેલો કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરક્ષાકર્મીઓ સ્વાતિ સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન સ્વાતિ માલીવાલ કહી રહી છે કે તે બધાને પાઠ ભણાવશે. હું નોકરી ખાઇ જઇશ. સ્વાતિ માલીવાલ પણ વિભવને અપશબ્દો બોલતી જોવા મળી રહી છે

SwatiMaliwal

SwatiMaliwal :  આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના આરોપમાં સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ એફઆઈઆર અનુસાર, જ્યારે સ્વાતિ કેજરીવાલને મળવા આવી ત્યારે તેમની જગ્યાએ પીએ બિભવ આવ્યા. તેઓએ સ્વાતિ સાથે ખરાબ વર્તન કર્યું, મારપીટ કરી અને અપશબ્દો પણ કહ્યા. FIRમાં એવું પણ લખવામાં આવ્યું છે કે બિભવે તેની છાતી અને પેટ પર લાત મારી અને તેનું માથું ટેબલ પર પછાડ્યું. સ્વાતિ માલીવાલે શુક્રવારે તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે.

SwatiMaliwal

સામે આવેલો વીડિયો તે સમયનો છે જ્યારે બિભવે માર માર્યા બાદ સ્વાતિ સોફા પર બેસી ગઈ હતી. બિભવ બહાર ગયો અને દિલ્હી પોલીસ તરફથી તૈનાત સિક્યોરિટી પર્સનને અંદર મોકલ્યો. બિભવે સ્ટાફને કહ્યું કે સ્વાતિ માલીવાલને બહાર કાઢો. વીડિયોમાં દેખાતા લોકોમાં વિભવ નથી. તેઓ સિક્યોરિટી સ્ટાફ છે. આ લોકો સ્વાતિને બહાર જવા માટે કહી રહ્યા છે. ત્યારે સ્વાતિ ગુસ્સામાં કહે છે કે મેં દિલ્હી પોલીસને ફોન કર્યો છે. પોલીસ આવશે ત્યારે જ હું જઈશ.

SwatiMaliwal :  સ્વાતિ માલીવાલે વીડિયો પર શું કહ્યું?

SwatiMaliwal : આ વીડિયો સામે આવતાં સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ આ રાજકીય હિટમેને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.તેણે કહ્યું હતું કે ” પોતાના લોકો પાસે ટ્વિટ કરાવીને અડધી સંદર્ભ વિનાનો વીડિયો ચલાવીને એને લાગે છે કે ગુનાને અંજામ આપીને પોતાને બચાવી લેશે. કોઇ કોઇને પીટતા હોય તેવો વીડિયો બનાવી શકે છે? ઘરના અંદરની અને રૂમની સીસીટીવી ફૂટેજની તપાસ થતા જ સત્ય તમામની સામે આવશે. જેટલી હદ સુધી જવું હોય તેટલો જતો રહે, ભગવાને બધુ જ જોયું છે. એક દિવસ સત્ય દુનિયાની સામે આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments