ART :  ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું  એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ

0
1067
ART
ART

ART : ચિત્રકાર બિપિન પટેલે  તારીખ 17/5/2016થી રોજનું એક પેઇન્ટિંગ બનાવની યાત્રા શરૂ કરી હતી  જે આજે આઠ વર્ષ પૂર્ણ કરી રહી છે . આજના દિવસે તેમણે 2922 દિવસ 2922 પેઇન્ટિંગ  પૂરા કર્યા અને સાથે 8 વર્ષ પણ પૂર્ણ કર્યા છે .કલા માટે નોકરી ને છોડી ને નક્કી કર્યું જીવશ તો કલા માટે જ…કહેવાય છે ને  “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” … ગુજરાતના મહીસાગર જિલ્લાનાં છાયણ ગામના વતનની અને માટીના માનવી ચિત્રકાર બિપિન પટેલની

ART

ART : world’s greatest record માં નોંધાયું તેમનું નામ

કલા સફર વિશેની વાત કરીએ તો તેમણે અનેક  એવોર્ડ અને પોતાના નામે 3 રેકોર્ડ તેમજ 6 વાર યુનેસ્કો  એવોર્ડ પણ મેળવ્યા છે.જેમાં 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ  પૂર્ણ કર્યા ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તેમને 2300 દિવસ માં 2300 પેઇન્ટિંગ  પૂર્ણ થયા ત્યારે world’s greatest record પણ પોતાના નામે કરી ચૂક્યા છે . તાજેતરમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ગાંધીનગર ખાતે મળ્યો છે.

ART :  આર્ટિસ્ટ બિપીન  પટેલે ,દિલ્હી,મુંબઈ, ઇન્દોર , અમદાવાદ તેમજ મહીસાગર જેવા અંતરિયાળ જગ્યાએ  આર્ટ વર્કશોપ પણ કર્યા છે. તેમનું  વોટર કલર પેઇન્ટિંગ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના  કાર્યાલયમાં શોભા વધારી રહ્યું છે.

ART : કોરોનાનાં કપરા કાળમાં પણ આ ચિત્રકારે ઓનલાઇન ક્લાસ કરીને  દેશ વિદેશથી કલાના  જીજ્ઞાશુઓને કલા જ્ઞાન આપ્યું  છે જેમાં મોટા મોટા IAS,IPS  ડોક્ટર , જજ તેમજ સાયન્ટિસ્ટ જેવા ઉચ્ચ કક્ષાના મહાનુભાવોને ચિત્રકલા  શીખવ્યું છે . અવિરત શીખવાડવાનું ચાલે છે .તેમના  પેઇન્ટીંગની  વિદેશમાં માંગ છે.

ART : કલાની અવિરત  યાત્રાાએ એમની મુલાકાત અનેક મહાનુભાવો સાથે કરાવી  છે.જિલ્લા સહીત ગુજરાતના અધિકારી રૂબરૂ મળીને એમના કામને બિરદાવે પણ છે. રાજા મહારાજના વંશજો પણ એમના પેઇન્ટિંગની મુલાકાત તેમજ શીખવા પણ જાય છે .વાત હમેંશા મરજીની નથી હોતી ,વાત સમયની અને તેના મહત્વની હોય છે અને સમય ક્યારેય જલ્દી કોઈનો થતો નથી. પણ આ કલાકારે  પોતાના ચિત્રોમાં સમય ને ચોક્કસ બાંધ્યો છે એમ કહીએ તો ખોટું નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો