NAFED ELECTION : દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. 21મી મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ નાફેડના ડાયરેક્ટની ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે.
NAFED ELECTION : તાજેતરમાં જ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને હરાવીને ભાજપના જ જયેશ રાદડિયા વિજેતા બન્યા હતા. ભાજપના જ મેન્ડેટવાળા ઉમેદવારની હારના પ્રત્યાઘાતો હજુ શાંત થયા નથી ત્યાં વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપના ઉમેદવારોના આવવાની ઘટના બનતા બનતા રહી ગઈ. નાફેડની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા સર્વ સંમતિથી મોહન કુંડારિયા બિનહરિફ ચૂંટાયા હતા.
NAFED ELECTION : નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારીયાની સાથે અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે ઈફ્કોમાં મેન્ટેડવાળા ઉમેદવાર જ હારી જતા આ વખતે ભાજપે આ વખતે કોઈ ઉમેદવારને મેન્ડેટ નહોતું આપ્યું. આ વચ્ચે ગઈકાલે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો અને આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના મોહન કુંડારિયાને બિનહરિફ જાહેર કરવા સહકારી આગેવાનો દ્વારા ચાર ઉમેદવારનો ફોર્મ પાછું ખેંચવા સમજાવ્યા હતા. આખરે તમામ 4 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું.
NAFED ELECTION : 21,414 કરોડનું ટર્નઓવર ધરાવે છે નાફેડ
વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નાફેડ છે. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે બીજી બેઠક માટે ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પર બિનહરિફ ચૂંટાયા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો