Dilip Sanghani : 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ છે.
![1 131](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/05/1-131-600x338.jpg)
Dilip Sanghani : 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.
![Dilip Sanghani](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/05/Untitled-5.jpg)
Dilip Sanghani : દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ છે
![Dilip Sanghani](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/05/1-125-600x400.jpg)
Dilip Sanghani : ઈફ્ફકોના ડિરેકટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપીન પટેલ (ગોતા)ને મોટા અંતરથી મ્હાત આપી હતી. ગઈકાલે જયેશ રાદડિયાને જીતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઈફ્ફકોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ છે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફ્ફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકોમાં જશ્નનો માહોલ છે.
Dilip Sanghani : નોંધનીય છે કે 12મેના રોજ દિલીપ સંઘાણીનો જન્મદિવસ છે ત્યારે જન્મદિવસ અને જીતની ઉજવણીનું આયોજન પહેલેથી જ કરાઈ ચૂક્યું છે. જે માટે આવતીકાલે અમરેલીમાં ભવ્ય આયોજન કરાયું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો