RAJPUT SANKALAN SAMITI : ભાજપ 7 થી 8 બેઠકો ગુમાવશે, રાજપૂત સંકલન સમિતિનો દાવો  

0
485
RAJPUT SANKALAN SAMITI
RAJPUT SANKALAN SAMITI

RAJPUT SANKALAN SAMITI :  ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, સમગ્ર ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો ક્ષત્રીય આંદોલનનો રહ્યો , ત્યારે આજે મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રીય સમાજની સંકલન સમિતિની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમણે દાવો કર્યો છે કે ભાજપ સમગ્ર ગુજરાતમાં 7 થી 8 બેઠકો ગુમાવી રહી છે, જયારે અન્ય 4 બેઠકો રસાકસી ભરેલી રહેવાની છે.

RAJPUT SANKALAN SAMITI

RAJPUT SANKALAN SAMITI : ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાટી નીકળ્યો હતો. ત્યાર બાદ મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ સાથે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. જ્યારે ક્ષત્રિયોમાં ફાંટા પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આજે લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે. ત્યારે ક્ષત્રિયોની રાજપૂત સંકલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે. અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કર્યું હતું એને ઝીલી લેવામાં આવ્યું છે.

RAJPUT SANKALAN SAMITI : ક્ષત્રિય સમાજના આહવાનને લોકોએ ઝીલી લીધું

RAJPUT SANKALAN SAMITI


RAJPUT SANKALAN SAMITI : આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ પૂરી થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55 ટકા સરેરાશ મતદાન થયું છે. 60 ટકા સુધી મતદાન જઈ શકે છે. ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે.

RAJPUT SANKALAN SAMITI : 7 બેઠક ભાજપ ગુમાવે છે : રાજપૂત સંકલન સમિતિ   

RAJPUT SANKALAN SAMITI


RAJPUT SANKALAN SAMITI : તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ નીરસ મતદાનને લઈ થાળી લઈને નીકળ્યા હતા. જો પ્રજાને સંતોષ હોય તો નીકળવું ન પડે. શહેરી વિસ્તારમાં નીરસતા હતી. 2019માં આવું નહોતું. કામના આધારે મતદાન થયું હોત તો આવું ન થાય. અમારા મુજબ 7 બેઠક ભાજપ ક્ષત્રિય અને અન્ય સમાજ તેમજ લોકોને દબાવ્યા એવી ગુમાવે છે. 4 બેઠક પર રસાકસી છે. રાજપૂત સંકલન સમિતિ મુજબ 7 બેઠક ભાજપ ગુમાવે છે અને 4 બેઠક પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહિ, પરંતુ ઓછી લીડ આવશે. રાજપૂત સમાજની સંસ્થાઓ અને લોકોનો સાથસહકાર મળ્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો